aries agro

મનુષ્યનો પોતાના શરીરના સ્વાસ્થ્ય માટે જોઈએ જરૂરી લિપિડ એટલે કે ફેટ અને ઓઇલ , પ્રોટીન, કાર્બોહાઈડ્રેડ, વિટામિન, મિનરલ અને પાણી. આ બધું લેબમાં કે ફેકટરીમાં બને તેવું વૈજ્ઞાનિકો નવુજ હટકે વિચારી રહ્યા છે એ લોકો વિચારે છે કે 2050 સુધીમાં ફૂડ લેબ માં કેમ પેદા ન થાય ? અંતે તો મનુષ્યને જીવવા માટે જરૂરી પ્રોટીન , વિટામિન અને મિનરલ જોઈએ છે તો આ પ્રોટીન, વિટામિન અને મિનરલ ફેકટરીમાં પેદા કરીને મનુષ્યને મળે તો ? તમને થશે એવું થોડું થાય ? તમને આશ્ચર્ય થાય તેવી વાત નોંધો કે હવામાંથી પોષણ લઈને બેક્ટેરિયા સાથે મિલન કરી ફૂડ પેદા કરતી કંપની ફિનલેન્ડ મા સ્થપાઈ છે . હોલેન્ડ વળી એનાથી આગળનું વિચાર્યું છે અમુક ઇન્સેક્ટ માં પ્રોટીનની માત્રા ખુબ હોય છે તેનું લેબમાં ઉત્પાદન કરીને ઇન્સેક્ટમાંથી પ્રોટીન છૂટું પાડી તેની પ્રોટીન ચિપ્સ આજે વિદેશમાં વેચાય છે .અમેરિકા એ તો એનાથી મોટી શોધ કરી છે . ચિકન એટલેકે મરઘી ખાવા માટે હવે મરઘાં પાલન કરીને મરઘા કે પશુની કતલ કરવું નહિ પડે લેબમાં વિટ્રો મેથડ દ્વારા અદલો અદલ ચિકન જેવું જ ચિકન, લેબગ્રોન મિટ એટલે કે માંસ પણ વગર પ્રાણીને માર્યા વગર લેબમાં પેદા કરી બતાવ્યું છે. એક કેળું ખાવાથી જેટલું આયર્ન મળે તેટલું આયર્ન લેબમાં બનાવી એની ટીકડી ખાઈ લો આજની જરૂરિયાત પુરી ? ટૂંકમાં દુનિયા લાગી છે ભવિષ્યમાં ખેતરની જરૂર ન પડે તેવા સંશોધનમાં. શું ખોરાક ફેકટરીમા બનશે ? શું આ માં સફળતા મળશે ? પૂછો ગૂગલને !

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

લસણની લણણી

લસણ નો પાક ૧૩૦ થી ૧૩૫ દિવસે તૈયાર થાય છે. લસણનો પાક ઉપરના ભાગોથી પીળા કલરનો કે બજરીયા કલરનો થાય અને સુકાય જાય એટલે પાક લણણી માટે તૈયાર થઈ ગયો એમ કહેવાય.

વધુ વાંચો....

શું જમીનમાં વધુ ખાતર નાખવાથી છોડનો વિકાસ વધુ સારો થશે?

શું માત્ર ખાતર નાખવું પૂરતું છે ? આપણે એવું વિચારીએ છીએ કે જમીનમાં વધુ ખાતર નાખવાથી છોડનો વિકાસ વધુ સારો થશે, પણ હંમેશા એવું હોતું નથી. તમે જમીનમાં જે ખાતર નાખો છો

વધુ વાંચો....

ખારેકની ખેતી ટીસ્યુ કલ્ચરના રોપા દ્વારા કેમ ?

અમુક વૃક્ષોમાં નરફૂલો અને માદાફૂલો એમ અલગ અલગ હોય છે. જ્યારે ખારેકના વૃક્ષમાં આખે આખા વૃક્ષો જ જોજોબાની જેમ નર અને માદાના અલગ અલગ હોય છે. બન્ને વૃક્ષો થડિયે, પાંદડે, રંગે, દેખાવે

વધુ વાંચો....

હળદર ઉપચાર (કયોરિંગ)ની પરંપરાગત પદ્ધતિ

ઉપચારની પરંપરાગત પદ્ધતિમાં, સાફ કરેલા રાઇઝોમ્સને જ્યાં સુધી સંપૂર્ણ ડૂબે નહિ ત્યાં સુધી પાણી નાખીને ઉકાળવાની શરૂઆત કરવામાં આવે છે. જ્યારે થોડી તદ્દન અલગ પ્રકારની સુગંધ આવે અને સફેદ ફીણ આવવા લાગે

વધુ વાંચો....

વૃક્ષોમાં કેળવણી પ્રક્રિયા એ શું છે ?

વૃક્ષના રોપા કે કલમને જમીનમાં રોપણી કર્યા પછી તે યોગ્ય રીતે વધે, વિકસે, ઉંચું જાય અને વ્યવસ્થિત ઘટા બંધાય તે માટેની ખેડૂતો તરફથી રખાતી તકેદારીને ‘ કેળવણી ’ કહેવાય. ઝાડનું થડ નમી

વધુ વાંચો....

બ્રોકલીની ખેતી માટે જમીનની જરૂરીયાત 

બ્રોકલી ને બધા જ પ્રકારની જમીન માફ્ક આવે છે તેમ છતાં ફ્ળદ્રુપ, સારા નિતારવાળી અને પાણીનો ભરાવો ન થાય તેવી રેતાળ ગોરાડુ અને બેસર જમીન વધારે માફક આવે છે. જમીનનો પીએચ ૬-૭

વધુ વાંચો....

લસણની રોપણી, રોપણી અંતર અને બીજનો દર

લસણનું ઉત્પાદન રોપાણ જગ્યા અને જાત પર આધાર રાખે છે, સામાન્ય રીતે બે ચાસ વચ્ચે ૧૦ સે.મી. અને હારમાં બે છોડ વચ્ચે ૭.૫ સે.મી. નું અંતર રાખી રોપણી કરવી, અંતર ઓછું રાખવાથી

વધુ વાંચો....

ગુજરાતનો પ્રખ્યાત એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

આ મહિનાની એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૧- ૧૨- ૧૩ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો છે. આ એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં વિદેશની કંપનીના સ્ટોલ, કૃષિ મશીનરી, ટ્રેક્ટરો, હાર્વેસ્ટરો, રોટાવેટર, ડ્રીપ

વધુ વાંચો....

આજથી શરુ થતા એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

ગાંધીનગરના મેળામાં દેશ વિદેશની કંપનીઓ, સંસ્થાઓ, એનજીઓ ભાગ લે છે તેમાં ખાસ જવું જોઈએ. આજથી પ્રારંભ થતો એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૧- ૧૨- ૧૩ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks