
ચુસિયા પ્રકારની જીવાતોમાં મુખ્યત્વે મોલો-મશી, તડતડીયા (લીલી પો૫ટી), થ્રીપ્સ, સફેદ માખી અને લાલ કથીરી નો ઉપદ્રવ વધારે હોય છે. આ કીટકો પાનમાંથી રસ ચુસી નુકસાન કરે છે. જીવાતોના સંકલિત નિયંત્રણ માટે પાકની શરૂઆતની અવસ્થાએ આ જીવાતોના નુકસાનથી પાકને બચાવવા માટે ઈમીડાકલોપ્રીડ ૬૦૦ એફએસ ૩ ગ્રામ/ કિલો બીજ અથવા થાયોમેથોક્ષામ 90 ડબલ્યુ એસ ૧ ગ્રામ/કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપવી તેમજ ઉભા પાકમાં ઉપદ્રવ વધુ જણાય ત્યારે ઈમીડાકલોપ્રીડ ૧૭.૮% એસ.એલ. (૩ મિ.લી.) અથવા એસીટામીપ્રીડ ર૦ એસ.પી. (૩ગ્રામ) અથવા થાયોમીથોકઝામ ર૫ ડબલ્યુ જી અથવા ડાયફેન્ચ્યુરોન ૫૦ એસપી (૧૦ ગ્રામ) ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જરૂર જણાય તો ૧૫ દિવસ પછી બીજો છંટકાવ કરવો. પાન કથીરીના અસરકારક નિયંત્રણ માટે ફેનાઝાકવીન ૧૦ઈસી ૧૦ મીલી અથવા પ્રોપરગાઈટ ૫૭ ઈસી૧૦ મીલી દવા ૧૦ લિટર પાણીમા ભેળવીને દરેક પાન પર છંટાય તે રીતે છંટકાવ કરવો.
























