
વિદેશની ખેતીમાં ગ્રીનહાઉસમાં ખેતી થાય છે એટલે સંરક્ષિત ખેતીમાં જંતુ દવા વગર લેટ્સ, બ્રોકોલી વગેરે પકાવવા સહેલા પડે છે. વિદેશમાં સલાડ બોક્ષ વેંચતા હોય છે ત્યારે વિજ્ઞાનીકો લેટ્સ વધુને વધુ કરકરું બને તે માટે નવા નવા બીજ રિસર્ચ કરે છે. સલાડ બોક્ષના ઉપાડને લીધે આખા વિશ્વમાં ગ્રીન સલાડ પેદા કરતા ખેડૂતોની ખુબ સારી આવક થઇ રહી છે. આપણા દેશમાં પણ મુંબઈ, મદ્રાસ, દિલ્હીમાં હાઈડ્રોપોનીક્સ પદ્ધતિથી સલાડ તૈયાર કરેલ ઓર્ગેનિક સલાડ ખુબ વેચાય રહ્યો છે.























