
ભારતીય ખેતી અનુસંધાન સંસ્થા દીલ્હી એક નવા જ પ્રયોગ ભારતના ખેડૂતો માટે કરવા જઈ રહી છે. આજે વિવિધ કૃષિ સંસ્થા સાથે જોડાયેલા આખા ભારતમાં એએઆરઈએસના ૨૦,૦૦૦થી વધુ કૃષિવિજ્ઞાનીકો કાર્યરત છે. તે બધા પોતાની સંસ્થાની નજીકના ૧૦૦ કીલોમિટરના વિસ્તારમાં અમુક ગામોને પસંદ કરીને તે ગામોને મેરા ગાંવ-મેરા ગાૈરવ તરીકે લેશે અને ખેડૂતો સાથે ચર્ચા-વિચારણા-માર્ગદર્શન આપી ખેત ઉત્પાદન વધારવા મદદ કરશે. આ પ્રયોગમાં ૪ કૃષિવૈજ્ઞાનિકોની ટુકડી થોડા ગામડા પસંદ કરીને ટુકડીમાં નક્કી કરેલા ગામડે ગામડે પ્રવાસ કરશે. ટુંકમાં માહિતી અને જ્ઞાનનું પ્રસારનું આ મોડલ લેબ ટુ ફાર્મ કહેવાશે. ટેકનોલોજીના માધ્યમ દ્વારા આજે ભારતના ખેડૂતો આગળ વધી રહ્યા છે.ત્યારે આ પ્રયોગ ખેડૂતો માટે ખુબ જ સરસ રહેશે.

















