
જેમ આપણને આપણી ખેતીથી સંતોષ નથી તેવીજ રીતે કોઈપણ દેશને પોતાની શિક્ષણ વ્યવસ્થાથી સંતોષ નથી. આજે સમગ્ર દુનિયામાં ૨૦.૫ કરોડ બાળકો વાંચન-લેખન-ગણનમાં ખૂબ જ પાછળ રહી જાય છે અને આપણે ત્યાં તો ડ્રોપઆઉટ થઈને હજારો બાળકો ભણતા નથી અને મજૂરી કરવા માંડે છે . ભારતની આ સમશ્યાનો ઉકેલ નહિ થાય તો ઘણા વિપરીત પરિણામો સામે આવશે .આવું આવું . હજુ ઘણું કામ કરવાનું બાકી છે. એટલે XPrize દ્વારા Global Learning XPrize નામની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ચાર શરતો રાખવામાં આવી હતી કોઈ પણ ટેક-ટીમ એવું ટૅબ્લેટ બનાવી આપે કે જે (૧) ઈન્ટરનેટની મદદ વગર ચાલે, (૨) શિક્ષક કે માતા-પિતાની મદદ વગર એમાં ભણી શકાય, (૩) સૌર ઊર્જાથી ચાલે અને (૪) આ ટૅબ્લેટનો ઉપયોગ કરનાર બાળક ૧૫ મહિનામાં વાંચતાં-લખતાં અને ગણતા શીખી જવું જોઈએ. આવું ટૅબ્લેટ બનાવનારને ૧૫ મિલિયન ડૉલરનું ઇનામ આપ્યું .બોલો છે ને આ દુનિયા ખુબ સારી . નવો જમાનોને નવી દ્રષ્ટિથી જુવો તો સગવડતાની દ્રષ્ટિએ અનેક અનેક લાભો આપણને મળવાના છે પછી તે ખેતી હોય કે ભણતર ….તમને આવી બધી વાતુંમાં રસ પડે છે કે નહિ તે અમને કહેજો નહીંતર હું તો નવા જમાનાની સારી સારી વાતો નો ભંડાર ખોલ્યાજ કરીશ…

















