
મરચીમાં એન્થ્રેકનોઝ જયારે ગરમ અને ભેજવાળું વાતાવરણ હોય , હવામાં ભેજનું પ્રમાણ ખુબ વધારે હોય અને એ સમયે જો પાછું તાપમાન 20°C થી 27°C ની વચ્ચે હોય, ત્યારે આ ફૂગ ખૂબ ઝડપથી સક્રિય થાય છે. ચોમાસું ,માવઠું કે સતત વરસાદથી ભેજ વાળું વાતાવરણ કે સવારનું ધુમ્મસને લીધે સતત પાંદડા-ફળ પર લાંબો સમય રહેતા ઝાકળના ટીપાં કે ભીનાશ આ રોગના બીજાણુઓને એક છોડ પરથી બીજા છોડ પર ફેલાય છે . આ અવસ્થામાં એક વાર રોગનો ચેપ લાગી ગયો તે લીલા મરચા પર શાંત (સુષુપ્ત) રહે છે, પરંતુ જેવા મરચાં પાકવા માંડે અને લાલ થાય, એટલે અચાનક વિસ્ફોટની જેમ આખા ખેતરમાં દેખાવા લાગે છે.















