ટીટોડીનું બાળ ઉછેર રક્ષણ ઈંડા મૂક્યાથી બચ્ચાં ઉડતાં થતાં સુધી નર-માદા એકેય નથી જંપતા કે નથી કકળાટ કરતા બંધ થતાં. માળો હોય જમીન પર, એટલે કૂતરાં – બિલાડાં, શિયાળવા, શિકારી પક્ષીઓ અને સાપ ઘો જેવા સરિસૃપોનો પૂરો ભય ! પણ નર અને માદા બન્ને એવા સજાગ ને સાવચેત કે દુશ્મન કોઈ માળાથી હજુ ૧૦૦-૧૫૦ ફૂટ દૂર હોય ત્યાં સાવચેત થઈ જાય. એનો જીવ ચોટ્યો હોય માળા માહ્યલાં ઈંડામાં જ પણ પોતે માળાથી દૂર જઈ એવી રીતની ઉઠબેસ કરે જેથી શિકારીને લાગે કે ““ત્યાંજ માળો હશે’”’ ! એમ આવનારને ભૂલાવામાં નાખી દે. એમાંય માળાના ૧૦૦-૧૫૦ ફૂટના પરિઘમાં જો કોઈ આવી જાય તો ઉલળી ઉલળી ડાય લગાવી ચાંચો મારવાનો રીતસરનો હુમલો જ આદરી દે.

બાયોચાર વિશે જાણો
બાયોચાર જમીનની ફળદ્રુપતા, પાકની વૃદ્ધિ, ઉપજ પર સકારાત્મક જયારે ઝીણા બાયોચાર કણો માનવ સ્વાસ્થ્ય પર માટે નકારાત્મક એમ બંને રીતે અસર કરે છે. બાયોચાર ઉત્પાદન માટે બાયોમાસ (કૃષિ અવશેષો) ની મોટી માંગનો




















