શિયાળુ પાક માં આટલું ખાસ
ચોમાસું સિઝન લગભગ પૂર્ણ થવામાં છે કપાસ સિવાયના મોટા ભાગના પાક હારવેસ્ટિંગ સ્ટેજમાં છે જ્યારે કપાસનો પાક ધીમે ધીમે પરિપક્વતા તરફ જઈ રહ્યો છે અને તેમાં દર વર્ષની જેમ ગુલાબી ઈયળનું આગમન થઈ ચૂક્યું છે અત્યારે ભલે નુકસાન ન દેખાતું હોય પણ ફેરોમોન ટ્રેપમાં ફૂદા ખૂબ જ આવે છે ફૂદાની હાજરી હોય એટલે ઇંડા મુકવાનું કામ ચાલું હોય એ નક્કી છે માટે દરેક ખેડૂત મિત્રોએ પોતાના કપાસમાં વિધે ૫ નંગ નોમેટ ફેરોમોન ટ્રેપ ગુલાબી ઈયળની લ્યોર સાથે મુકવાની ભલામણ છે.
આ ઉપરાંત આ અંક આપનાં હાથમાં આવશે ત્યારે શિયાળુ સિઝનની શરૂઆત થઈ ગઈ હશે. જે ખેડૂત મિત્રો જીરુનું વાવેતર કરવા માંગતા હોય એ બીજને પટ આપવાનું ભૂલે નહિ કારણ કે મગફળી કાઢીને જીરું વાવવાનું હોય ત્યાં સુકારાથી બચવા માટે ૧ કિલો બીજને ૧૦ ગ્રામ મોનિટરનો પટ આપી વાવેતર કરવું અને બીજા પિયત વખતે ૧ વિઘામાં ૨૫૦ ગ્રામ મોનીટર પાણી સાથે પાવું જેથી સુકારના રોગથી બચી શકાય.આ ઉપરાંત ચણાના વાવેતરમાં પણ બીજને મોનીટર નો પટ આપવો અને પ્રથમ કે બીજા પિયત વખતે મોનીટર પાણી સાથે પાવું ચણા ના પાકમાં માયકોઝોન ૧ એકરે ૧૦૦ ગ્રામ ખાતર કે પાણી સાથે આપવાની ભલામણ છે.
લસણ અને ડુંગળીના પાકમાં સુકારો, કોહવારો અને કૃમિના રોગથી બચવા માટે ૧ વિઘામાં ૨૫૦ ગ્રામ મોનીટર, ૫૦૦ગ્રામ સુડોઝોન અને એકરે ૧૦૦ ગ્રામ માયકોઝોન અવશ્ય વાપરવું. તેમજ ઉપરોક્ત બધા પાકમાં બાયોફિલ્ડ ગ્રેન્યુલ જૈવિક ખાતર ૧ એકરે ૮ કિલોના પ્રમાણથી પાયામાં જમીનમાં અન્ય ખાતર સાથે મિક્સ કરી આપવાથી પાક ઉત્પાદન વધારી શકાય છે આ ખાતરથી જમીનની ફળદ્રુપતા પણ વધે છે.
રાયળાનું વાવેતર કરતા દરેક ખેડૂત મિત્રો વાવેતર પછી બીજા પિયત વખતે મોનીટર ૧ વિઘામાં ૨૫૦ ગ્રામના પ્રમાણથી ફરજિયાત પાણી સાથે પાય કારણ કે ઘણી વખત આ પાકમાં સફેદ ફૂગ ખૂબ જ આવે છે જેનાથી પાક ઉભો સુકાય જાય છે અને મોટું નુક્શાન આવે છે.
ઘઉંના પાકનું વાવેતર કરતી વખતે ૧ એકરના બિયારણને ૧૦૦ ગ્રામ માયકોઝોનનો પટ આપીને વાવેતર કરવાથી ખૂબ મોટો ફાયદો થાય છે માટે આ કામ ભુલાય ન જાય તે ખાસ જોવું.આ ઉપરાંત ઘઉંના પાકમાં પાયાના ખાતરમાં સેન્દ્રય કે રાસાયણિક ખાતર સાથે બાયોફિલ્ડ ગ્રેન્યુલ ૧ એકરે ૮ કિલો જરૂર વાપરવું.
લસણ,ડુંગળી,ચણા અને જીરુંના પાકમાં આવતા ફૂગના રોગથી બચવા માટે જ્યારે જરૂર જણાય ત્યારે એન્ટીટી ૪૫ મિલી,લાઈફલાઈન ૪૫ મિલી અને રનોફ ૫ મિલીનો છંટકાવ કરવાની ભલામણ છે તે યાદ રાખવું.ઉપરોક્ત દરેક પાકમાં પાકની વૃદ્ધિ અને પોષણ માટે સમયાંતરે બાયોફિલ્ડ પ્રવાહી અન્ય દવા સાથે પમ્પમાં ૩૦ મિલીનું પ્રમાણ રાખી છંટકાવ કરવાની ભલામણ છે. આ ઉપરાંત ખેતીના દરેક પાકની માહિતી મેળવવા આપ એગ્રીલેન્ડ કંપના સાવરે ૯ થી સાંજના ૬ વાગ્યા સુધી રવિવાર સિવાય ફોન કરી શકો છો સંપર્ક નંબર છે ૯૬૮૭૬૭૧૫૫૮, ૯૬૮૭૬૭૧૫૫૫.. આ નંબર ઉપર કોલ કરો અને જૈવિક પાક પોષણ અને જૈવિક પાક સંરક્ષણ માટે માહિતી મેળવો.



















