Visitors
Visitors

કાર્ય પધ્ધતિ :
ડાયફેનોકોનાઝોલ, એક શોષક ફૂગનાશક છે અને રોગ નિવારક તથા રોગહર અસર (Preventive and curative action) ધરાવે છે જે ફૂગના કોષોના બાહ્યાવરણમાં થતી પિત્તઘન (સ્ટીરોલ) દ્રવ્યોના જૈવ સંશ્લેષણની પ્રક્રિયાને અવરોધે છે જેથી ફૂગનો વિકાસ અટકે છે. ડાયફેનોકોનાઝોલનુ પાન દ્વારા અવશોષણ થઈ ઉપરની તરફ સ્થળાંતર કરે છે તેમજ પાનમાં શક્તિશાળી પડ-પ્રસારણ સ્થાનાંતરણ (Strong translaminar translocation) થાય છે.
આ ફૂગનાશક ઉમાઇસેટ્સ જૂથ સિવાયની ફૂગોના બધા જ મુખ્ય જૂથો (એસ્કોમાયકોટા, ડ્યુટેરોમાયકોટા, બેસીડીયોમાયકોટા) સામે રક્ષણ આપે છે.
બનાવટો :
ડાયફેનોકોનાઝોલ બજારમાં ૩% ડબલ્યુએસ (વોટર સોલ્યુબલ એટલે કે પાણીમાં ઓગળી શકે તેવાં અને ૨૫% ઈસી (ઇમલ્સીફાએબલ કોન્સેન્ટ્રેટ/પ્રવાહી સ્વરૂપ) ના સ્વરૂપે મળે છે.
વ્યાપારી નામો :
બજારમાં તે ૩% ડબલ્યુએસ (ડીવીડેન્ડ) અને ૨૫% ઈસી (સ્કોર, ઓલાન્ડેર, કરારા, ઇનડ્રીમ, રીડીમ, ડિટેક્ટ, ડેબ્યુ) જેવા બજારૂં નામે મળે છે.
ઉપયોગ માટે ભલામણ: સેન્ટ્રલ ઇન્સેક્ટીસાઇડ બોર્ડ (ઈઇંઇ) મુજબ ઘઉં (અનાવૃત અંગારીયો), ડાંગર (પર્ણછેદનો સૂકારો), મરચી (અવરોહ મૃત્યુ, કાલવ્રણ), ડુંગળી (જાંબલી ધાબા), દાડમ (ફળનો સડો) અને જીરૂ (કાળી ચરમી, ભૂકી છારો) વગેરે રોગોના નિયંત્રણમાંવપરાય છે.
ઉપયોગ માટે ભલામણ :
(ગુજરાતની કૃષિ યુનિવર્સિટીની ભલામણો મુજબ) આપણે ત્યાં ધાણા, જીરૂ (ભૂકી છારો), મગફળી (ઓલ્ટરનેરીયાથી થતા પાનનાં ટપકાં પાકમાં રોગોનાં નિયંત્રણ માટે છંટકાવની ભલામણ થયેલ છે. સામાન્ય રીતે ડાયફેનોકોનાઝોલનો ૫-૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવામાં આવે છે.

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    રોગ : શેરડીનો રાતડો

    ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ પ્રેસમડમાં સંવર્ધન કરી રોપણી સમયે ૮ ટન પ્રતિ હેક્ટરે ચાસમાં આપવું. વધુ પડતું પિયત અથવા પાણીની ખેંચ થવા દેવી નહિ.

    વધુ વાંચો....

    મૂળ ગાંડીકા એટલે યુરિયાની ફેક્ટરી

    મૂળ ગાંડીકા એકલે યુરિયાની ફેક્ટરી કઠોળ વર્ગના મૂળનું તો અદ્ભુત કાર્ય છે. મગફળી, મગ, અડદ, મઠ જેવા પાકો શિમ્બી કુળની વનસ્પતિ કહેવાય છે. આ વનસ્પતિના સ્થાનિક મૂળ તંત્ર પર નાની નાની ગંડિકાઓ

    વધુ વાંચો....

    ફૂગનાશક: ફૂગનાશકોની કાર્ય કરવાની પધ્ધતિ

    ફૂગનાશકોનું વર્ગીકરણ જુદી-જુદી રીતે કરવામાં આવતું હોય છે, જેમાં મુખ્યત્વે ફૂગનાશક પ્રતિકારક કાર્યવાહી સમિતિ સંકેત(FRAC CODE) દ્વારા આપવામાં આવેલ વર્ગીકરણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વધુ આવકાર્ય પામેલ છે. ફૂગનાશકો પાકમાં જોવા મળતા મુખ્યત્વે ફૂગજન્ય

    વધુ વાંચો....

    સાયનોપાયરાફેન – એક આધુનિક કથીરીનાશક

    હરિયાળી ક્રાંતિના ઉદય પછી કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધારાની સાથે સાથે કૃષિ રસાયણોનો પણ વપરાશ વધવા પામ્યો છે. ખાસ કરીને કૃષિ પાકોમાં આવતા વિવિધ જીવાત-રોગ અને નીંદણના નિયંત્રણ માટે જુદા જુદા કૃષિ રસાયણો

    વધુ વાંચો....

    ફેનપાયરોક્ષીમેટ

    ફેનપાયરોક્ષીમેટ દવા સૌ પ્રથમ નિહોન નોહયાકૂ કંપની દ્વારા ૧૯૯૦માં તૈયાર કરવામાં આવી હતી જ્યારે તેની નોંધણી ૧૯૯૧માં કરવામાં આવી હતી. ફેનપાયરોક્ષીમેટ એ પાયરેક્ષોલ જુથમાં સમાવેશ થતું અગત્યનું નવીનતમ કથીરીનાશક છે.  

    વધુ વાંચો....

    ક્રોમાફેનોઝાઇડ

    એક જૂથની કીટનાશકનો સતત ઉપયોગ કરવામાં આવે તો તેની સામે રક્ષણ માટે પ્રતિકારક શક્તિ કેળવાય છે. આથી તેના ઉકેલ માટે વૈજ્ઞાનિકો જુદા જુદા ભૌતિક તેમજ રાસાયણિક બંધારણ ધરાવતી કીટનાશકની શોધ કરતા રહે

    વધુ વાંચો....

    પાકસંરક્ષણ વિશેષાંક : ફ્લુફેનોક્ઝુરોન

    ફ્લુફેનોક્ઝુરોન એક કથીરીનાશકની સાથે સાથે કીટનાશક તરીકે પણ કામ કરે છે. પરંતુ કૃષિમાં તે મુખ્યત્વે કીટનાશક કરતાં કથીરીનાશક તરીકે વધુ પ્રચલિત છે. આ કથીરીનાશક સૌ પ્રથમ વાર યુનાઈટેડ કિંગડમ (બ્રિટન) સ્થિત શેલ

    વધુ વાંચો....

    ટોલ્ફેનપાયરાડ

    ટોલ્ફેનપાયરાડ એ સૌ પ્રથમ ૧૯૯૧ માં મિત્સુબીસી કેમિકલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ. ટોલ્ફેનપાયરાડ એ પાયરાઝોલ જુથમાં સમાવેશ થતું અગત્યનું કીટનાશક છે. આ કીટનાશક કીફુન, ટોરાક વગેરે જેવા અલગ અલગ વ્યાપારી (બજારું)

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks