ફૂગનાશકોનું વર્ગીકરણ જુદી-જુદી રીતે કરવામાં આવતું હોય છે, જેમાં મુખ્યત્વે ફૂગનાશક પ્રતિકારક કાર્યવાહી સમિતિ સંકેત(FRAC CODE) દ્વારા આપવામાં આવેલ વર્ગીકરણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વધુ આવકાર્ય પામેલ છે. ફૂગનાશકો પાકમાં જોવા મળતા મુખ્યત્વે ફૂગજન્ય રોગોનું નિયંત્રણ કરવા માટે વપરાતા રાસાયણો જે બજારમાં જુદા-જુદા સ્વરૂપે (ફોર્મ્યુલેશન) ઉપલબ્ધ હોય છે. જે બજારમાં વિવિધ વ્યપારી નામે મળતી હોય છે. ભારત દેશમાં ફૂગનાશકોનો વપરાશ અન્ય જંતુનાશકોની સરખામણીમાં ૧૮% જેટલો થાય છે. ધરૂવાડિયામાં તેમજ વાવણીથી લઇ પાકની જુદી-જુદી અવસ્થાઓ દરમ્યાન ફૂગથી થતા રોગોથી ખુબ જ નુકસાન (૯ થી ૧૪ %) જોવા મળતું હોય છે. આ અવસ્થા દરમ્યાન ફૂગનાશકોનો ઉપયોગ રોગનાં પ્રકાર, યોગ્ય સમયે, માત્રા અને ગતિશીલતાને આધારે કરવામાં આવે તો ફૂગથી થતા રોગોનું નુક્સાન ઘટાડી શકાય છે.

ફૂગનાશકોની ગતિશીલતા મુખ્યત્વે તેની કાર્ય કરવાની પદ્ધતિ અનુસાર બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલ છે. (અ) શોષક પ્રકારનાં ફૂગનાશકો (એબ્સોર્બ્સન) (બ) સ્પર્શજન્ય પ્રકારનાં ફૂગનાશકો(એડસોસ્પસન)
(અ) શોષક પ્રકારનાં ફૂગનાશકો શોષક પ્રકારનાં ફૂગનાશકો છોડ નાં જુદા-જુદા ભાગો જેવાં કે મૂળ, થડ, પર્ણ, છીદ્રો તથા અન્ય પ્રજનનક્ષમ્ય ભાગો દ્વારા છોડની પેશીમાં શોષણ પામે છે અને છોડને ફૂગ પર આડ અસર કરતા જોવા મળે છે. શોષક પ્રકારનાં ફૂગનાશકો તરીકે પ્રચલિત પામેલ ફૂગનાશકો, છોડનાં વિવિધ ભાગોની રક્ષક ત્વચામાંથી સ્થળાંતર કરી છોડની અંદર સુધી શોષણ પામવાની ક્ષમતા ધરાવે છે. સિંચાઇ કે વરસાદની સીધી અસર આ પ્રકારના ફૂગનાશકો પર થતી જોવા મળતી નથી. વાવણી પછી ઉભા પાકમાં ફૂગજન્ય રોગના સંક્રમણ થયા બાદ પણ આવા ફૂગનાશકોનો ઉપયોગ કરી રોગને કાબુમાં કરી નુકસાન ઘટાડી શકાય
શોષક પ્રકારની ફૂગનાશકોમાં રોગકારકો પ્રતિકારક શક્તિ ઝડપથી ઉ˜વે છે. ઉ.દા. કાર્બેન્ડાઝીમ, હેક્ષાકોનાઝોલ, એઝોકસીસ્ટ્રોબીન, વિગેરે
(બ) સ્પર્શજન્ય પ્રકારનાં ફૂગનાશકો સ્પર્શજન્ય પ્રકારના ફૂગનાશકો સાૈ પ્રથમ છોડના વિવિધ ભાગોના સ્પર્શમાં આવે છે, તેના વિવિધ ભાગોમાં પ્રવેશ પામી ફૂગના સંપર્કમાં આવી તેનાં પર આડ અસર કરે છે. સ્પર્શજન્ય પ્રકારનાં ફૂગનાશકો માત્ર છોડનાં વિવિધ બાહ્ય ભાગો પર જ અસર કરવાની ક્ષમતા ધરાવે છે. સ્પર્શજન્ય પ્રકારનાં ફૂગનાશકો મુખ્યત્વે સિંચાઇ કે વરસાદનાં કારણે ધોવાઈ (રનઓફ) જાય છે. આ પ્રકારનાં ફૂગનાશકો છોડ કે ધરૂવાડીયામાં રોગની શરૂઆત પહેલાં કે રોગજન્ય ફૂગના બીજાકુરણ કરે તે પૂર્વે બીજ માવજત દ્વારા ઉપયોગ કરવો હિતાવહ છે. મહદ્અંશે ફૂગનાશકો પ્રત્યેની પ્રતિકારક શક્તિ ધીમે ધીમે ઉત્પન્ન થાય છે. ઉદા. મેન્કોઝેબ, થાયરમ, કેપ્ટાન, સલ્ફર, કોપર ઓકસીકલોરાઈડ, બોર્ડોમિક્ષણ, ડેકોનીલ વિગેરે

કૃષિપાકોમાં વપરાતા ફૂગનાશકોના યોગ્ય ઉપયોગ માટે ધ્યાનમાં રાખવાની વિગતો :

  • પાકમાં નુકશાન કરતા રોગનું યોગ્ય નિદાન કરવું જોઈએ.
  • ફૂગનાશકોનાં પેકિંગ પર આપેલ વિગતોને વાંચી તેનો યોગ્ય અમલવાર કરવો જોઈએ.
  • ફૂગનાશકોના છંટકાવ સમયે સુરક્ષાત્મક કપડાંનો વપરાશ કરવો જોઈએ.
  • ફૂગનાશકોનો વપરાશ ભલામણ કરેલ માત્રા અને પાક પ્રમાણે કરવો જોઈએ.
  • ફૂગનાશકોના છંટકાવ માટે ડ્યુરોમીસ્ટ કે હોલોકોને નોઝલનો વપરાશ કરવો.
  • ફુગનાશાકોના છંટકાવ પવનની દિશામાં કરવો જોઈએ.
  • ફૂગનાશકોનો સંગ્રહ બંધ કબાટમાં રહેણાંક ઘરથી દૂર કરવો જોઈએ.

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    પાક સંરક્ષણ : પાક સંરક્ષણમાં દાણાદાર કીટનાશકો

    ખેતી પાકોમાં નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે જુદા જુદા સ્વરૂપ (formulation)માં કીટનાશકો મળે છે. તે પૈકી પાક સંરક્ષણમાં દાણાદાર (ગ્રેન્યુલ્સ) સ્વરૂપે મળતા કીટનાશકોનું આગવું મહત્વ રહેલું છે. દાણાદાર સ્વરૂપે મળતા કીટનાશકોમાં આપણે

    વધુ વાંચો....

    કાર્બેન્ડીઝીમ

    કાર્ય પધ્ધતિ :કાર્બેન્ડાઝીમ ફૂગ ઉપર વિવિધ પ્રકારની અસર ધરાવતું , શોષક/સર્વદૈહિક , રક્ષણાત્મક અને રોગહર/ઉપચારક ફૂગનાશક છે. તે ફૂગમાંકોષ વિભાજનની ક્રિયાને અવરોધે છે જેથી ફૂગની જનન-નલિકાઓનો વિકાસ, આસંબિંબનું નિર્માણ અને કવકજાળ/તંતુજાળની વૃધ્ધિ

    વધુ વાંચો....

    મેંકોઝેબ

    કાર્ય પધ્ધતિ :“મેન્કોઝેબ’ એ ડાયથાયોકાર્બામેટ્સ જુથના ફૂગનાશકોમાં સમાવેશ થતું અગત્યનું બિનશોષક પ્રકારનું ફૂગનાશક છે. મેન્કોઝેબ ફૂગનાશક બે ડાયથાયોકાર્બામેટ્સ, મેનેબ અને ઝાઇનેબનું મિશ્રણ છે. મેન્કોઝેબ, સ્પર્શધ્ન ફૂગનાશક છે. તે ફૂગ માટે ત્યારે જ

    વધુ વાંચો....

    રોગ : દિવેલાનો સૂકારો

    દિવેલાનો સૂકારો રોગનું નિયંત્રણ માટે : કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ અથવા કોપર ઓક્ઝિક્લોરાઇડ ૫૦ વેપા 60 ગ્રામ 15 લિટર પાણી પ્રમાણે દ્વાવણ બનાવી રોગથી અસર પામેલા છોડની ફરતે જમીનમાં આપવાથી રોગની

    વધુ વાંચો....

    ડાંગરનો ગલત અંગારીયો

    જ્યાં દર વર્ષે આ રોગ આવતો હોય ત્યાં કંટી નીકળવાની તૈયારી હોય ત્યારે મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 15 ગ્રામ અથવા પ્રોપિકોનાઝોલ

    વધુ વાંચો....

    શેરડીનો રાતડો

    ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ પ્રેસમડમાં સંવર્ધન કરી રોપણી સમયે ૮ ટન પ્રતિ હેક્ટરે ચાસમાં આપવું. વધુ પડતું પિયત અથવા પાણીની ખેંચ થવા દેવી નહિ.

    વધુ વાંચો....

    મગનો પીળો પંચરંગીયો

    આ રોગનો ફેલાવો સફેદમાખી દ્વારા થતો હોવાથી તેના નિયંત્રણ માટે શોષકપ્રકારની કીટનાશકો જેવી કે ડાયમિથોએટ ૩૦ ઇસી 15 મિલિ અથવા ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મિલિ અથવા એસીટામિપ્રિડ ૨૦ એસપી 5 ગ્રામ અથવા

    વધુ વાંચો....

    મરચીમાં વાઇરસ

    મરચીના પાકમાં ઘણી વખત વિષાણુથી થતો અને થ્રિપ્સ તથા પાનકથીરીના નુકસાનથી થતા કોકડવાના લક્ષણો જોવા મળે છે. આવા કિસ્સામાં કોકડવા માટે જવાબદાર જે તે પરીબળને શોધી યોગ્ય પગલાં લેવાથી તેની તીવ્રતા ઘટાડી

    વધુ વાંચો....

    બાજરીનો ગેરૂ

    રોગની શરૂઆત થાય કે તુરંત જ મેન્કોઝેબ અથવા ઝાયનેબ ૦.૨ ટકા પૈકી કોઇપણ એક ફૂગનાશક 35 ગ્રામ 15 લીટ પાણીમાં ઓગાળી છંટકાવ કરવો અને ત્યાર બાદ ૧૫ દિવસે જરૂરિયાત મુજબ બીજાે છંટકાવ

    વધુ વાંચો....

    મગફળીમાં ઘૈણ

    ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉ૫દ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો. ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ ર૫ ઈસી અથવા કલોરપાયરીફોસ ર૦ ઈસી હેકટરે

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks