aries agro

કપાસ માટે પોષણ વ્યવસ્થાપન
કપાસના પાકમાં ઉચ્ચ પોષણ વ્યવસ્થાપનએ ઉત્પાદન અને રેશાની ગુણવત્તાને સુધારવા માટે ખૂબ જ જરૂરી છે. કપાસમાં સામાન્ય રીતે જમીનના પોષણ માટે જરૂરી તત્વોની ખામીને દૂર કરવા માટે પોષણ આપવામાં આવે છે, અને જયાં પણ ટપક સિંચાઈની સુવિધા હોય છે ત્યાં ખેડૂતો પાણીમાં દ્રાવ્ય ખાતરો વધુ અપનાવી રહ્યા છે.

હાલમાં ખેડૂતો પહેલાની સરખામણીમાં વધુ ખાતરનો ઉપયોગ કરી રહ્યા છે, જેમકે આપણે બધા જાણીએ છીએ કે મોટાભાગની જમીનનો પીએચ વધી રહ્યો છે. તેથી સામાન્ય રીતે ખાતરોની કાર્યક્ષમતા ઘટી રહી છે. આ સ્થિતિમાં આપણે સામાન્ય ખાતરોની સાથે તટસ્થ અને ઓછા પીએચ વાળા ખાતરોનો ઉપયોગ કરવો જરૂરી છે. જેથી છોડને પુરતા પ્રમાણમાં પોષક તત્વો મળી શકે અને ઉત્તપાદન પણ સારૂં આપી શકે.

આઈસીએલ સ્પેશ્યલિટી ફર્ટિલાઈઝર્સ, દુનિયાની એક અગ્રણી કંપની છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં ઈઝરાયલ ટેકનોલોજી પર આધારિત કેટલાક અનોખા તટસ્થ અને ઓછા પીએચ વાળા ખાતરો ઉપલબ્ધ કરાવી રહ્યાં છે. જેનો ઉપયોગ કરીને ખેડૂતો વધુ સારું ઉત્પાદન મેળવી રહ્યાં છે. આઈસીએલના ખાતરો વાપરવાથી કપાસનુ સારૂં ઉત્પાદન અને મહત્તમ ગુણવત્તા મેળવી શકાય છે.

કપાસમાં પોષક તત્ત્વોનું મહત્ત્વ
નાઈટ્રોજન (N) : કપાસના પાકમાં નાઈટ્રોજનની પુરતી માત્રા, પાકનું ઉત્પાદન, ઝીંડવાની સંખ્યા, પ્રોટીનની રચનાની સાથે-સાથે કપાસની ગુણવત્તામાં સુધારો કરવા માટે જરૂરી છે. કપાસમાં નાઈટ્રોજનના ઉપયોગથી સારા પરિણામો મેળવવા માટે કુલ નાઈટ્રોજનનો ત્રીજો ભાગ વાવણીના સમયે અને બાકીનો ઓગસ્ટની શરૂઆત સુધી પિયતની વચ્ચે સરખા ભાગમાં વહેંચીને ઉપયોગ કરવો જોઈએ.
ફોસ્ફરસ (P): છોડમાં ફોસ્ફરસ મૂળના વિકાસ, ઊર્જા સંતુલન, બીયારણનું વજન, તેલની ગુણવત્તા સુધારવા માટે જરૂરી છે. છોડમાં અપૂરતો ફોસ્ફરસ હોવાને કારણે પાકની વૃદ્ધિ અટકી જાય છે. અને પરિપક્વતામાં વિલંબ થાય છે, જેના પરિણામે ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.
પોટેશિયમ (K) : કપાસના ઉત્પાદન માટે પોટેશિયમ ખાસ કરીને મહત્વનું પોષક ત્તત્વ છે. છોડમાં પોટેશિયમની યોગ્ય માત્રા પાક લાલ થઈ જવાના રોગની અસરોને ઘટાડવા, પાણીના ઉપયોગની કાર્યક્ષમતા વધારવા અને કપાસની ગુણવત્તા સુધારવા માટે જરૂરી છે. પોટેશિયમની ઉણપ થવાથી છોડ રોગો માટે વધુ સંવેદનશીલ બને છે, તેમજ કપાસની ગુણવત્તા અને ઉત્પાદન પર ખરાબ અસર કરે છે.

કેલ્શ્યિમ (Ca): કેલ્શ્યિમ મેટાબોલિક પ્રવૃત્તિના નિયમન કરવામાં મહત્વનો ફાળો ભજવે છે. કેલ્શ્યિમ બીજા સૂક્ષ્મતત્વો જેવા કે ઝીંક, લોહ, મેન્ગેનીઝ નું નિયમન અને છોડની અંદર પોષણનો સ્વસ્થ સંતુલન જાળવવામાં પણ મદદ કરે છે.
મૅગ્નેશિયમ (Mg): મૅગ્નેશિયમ કપાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે તે હરિતદ્રવ્યના ઉત્પાદનમાં મહત્વની ભૂમિકા ભજવે છે, જે પ્રકાશસંશ્લેષની પ્રક્રિયાને જાળવી રાખે છે. મેટાબોલિક પ્રક્રિયાઓ માટે ઉત્સેચકોને સક્રિય કરી છોડની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. તે કપાસમાં આવતા લાલિયા ને અટકાવે છે અને પાકનો લીલો દેખાવ જાળવી રાખવા મદદ કરે છે.
સલ્ફર (S): ગંધક કપાસનો એક મહત્વપૂર્ણ પોષકતત્વ છે, જે પ્રોટીન અને એમિનો એસિડ ઉત્પાદનને સરળ બનાવીને બીજના વજનમાં વધારો કરે છે. આ જરૂરી પોષકતત્વો બીજના નિર્માણ, કદ અને વજનમાં યોગદાન આપે છે.

કપાસના સારા ઉત્પાદન માટે સલ્ફર, કેલ્શિયમ, મેગ્નેશિયમ ની સાથે-સાથે પોષકતત્વો જેમ કે ઝીંક, લોહ અને બોરોન ખૂબ જ જરૂરી છે. કપાસમાં બોરોનનું પુરતુ પ્રમાણ ખાસ કરીને ફૂલો અને ડાળીની રચના દરમિયાન જરૂરી છે.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

યલો સ્ટીકી ટ્રેપ ચૂસિયાં જીવાત માટે લોકપ્રિય વિકલ્પ

ICAR- સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોટન રિસર્ચ, નાગપુરના વૈજ્ઞાનિકોએ ચુસીયા પ્રકારની જંતુઓ (વ્હાઇટફ્લાય, એફિડ્સ અને થ્રીપ્સ) અને કપાસમાં ફાયદાકારક જંતુઓના આકર્ષણ માટે ચાર બેક્ટેરિયલ-આધારિત અસ્થિર આકર્ષણ ફોર્મ્યુલેશન વિકસાવી છે. ૧૫ AICRP (કપાસ) કેન્દ્રોમાં

વધુ વાંચો....

એગ્રીલેન્ડ માત્ર કંપની નહીં, વિશ્વાસનું બીજું નામ છે

કોઇપણ કંપની પોતાના વ્યાપાર માટે જ અસ્તિત્વમાં આવી હોય એ હકીકત છે, દરેક કંપની પોતાના વિકાસ માટે જ કામ કરતી હોય એ પણ એક સ્વિકાર્ય બાબત છે. દરેક કંપનીના ઉદ્દેશ અલગ હોય

વધુ વાંચો....

ગોદરેજનું નિંદામણનાશક – આશીતાકા (Ashitaka)

ભારતમાં લગભગ ૭૦% મકાઈનું ઉત્પાદન ખરીફ ઋતુ દરમિયાન થાય છે, જોકે, આ તે સમય છે જ્યારે સરેરાશ ઉપજ સૌથી ઓછી હોય છે (૨.૯ ટન પ્રતિ હેક્ટર). રવિ ઋતુમાં ઉત્પાદિત મકાઈ ૫ ટન/હેક્ટર

વધુ વાંચો....

વિશ્વાસ જીરું બીજના સફળ અનુભવો.

વિશ્વાસ – ૭ જીરું મનસુખભાઈ ડાયાભાઇ વસોયા મુ. લોધિકા તા. લોધિકા જી. રાજકોટ મો. ૮૭૮૦૪૧૫૦૦૪ રામ રામ મારા વ્હાલા ખેડૂત મિત્રો, હું તમારો ખેડૂત મિત્ર મનસુખભાઈ. મિત્રો હું છેલ્લા ૫ વર્ષોથી જીરાનું

વધુ વાંચો....

કંપની ન્યુઝ : FMC ની નવી જંતુનાશક ટુવેંટા વિષે જાણો

ભારતની જાણીતી એફએમસી કંપની ખેડૂતોમાટે સારામાંસારી જંતુનાશકો આપીને ખેડૂતોની મદદ કરે છે . મોટું વિચારો અને સમજદાર બનો તેવા સ્લોગન સાથે તાજેતરમાં સક્રિય ઘટક: ક્લોરેન્ટ્રાનિલિપ્રોલ (SC 47.85%). સસ્પેન્શન કોન્સન્ટ્રેટ (SC). અને લેપિડોપ્ટેરન

વધુ વાંચો....

કંપની ન્યુઝ : વર્ડેસિયન લાઇફ સાયન્સિસે એશિયાના વડા તરીકે આરકે ગોયલની નિમણૂક

વર્ડેસિયન લાઇફ સાયન્સિસે સમગ્ર એશિયાના વડા તરીકે આરકે ગોયલની નિમણૂકની જાહેરાત કરી છે. કૃષિ ઇનપુટ્સ ઉદ્યોગમાં 25 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા, આરકે ગોયલ વ્યાપારી નેતૃત્વમાં તેમની ઊંડી કુશળતા માટે જાણીતા છે. તેમણે

વધુ વાંચો....

કંપની ન્યુઝ : પંજાબમાં ૧૧ જંતુનાશકો બાસમતી ચોખા પર પ્રતિબંધિત

પંજાબમાં બાસમતી ચોખા પર પ્રતિબંધિત જંતુનાશકોમાં એસેફેટ, બુપ્રોફેઝિન, ક્લોરપાયરીફોસ, પ્રોપીકોનાઝોલ, થાયામેથોક્સમ, પ્રોફેનોફોસ, કાર્બેન્ડાઝીમ, ટ્રાયસાયક્લાઝોલ, ટેબુકોનાઝોલ, કાર્બોફ્યુરાન અને ઇમિડાક્લોપ્રિડ જેવા સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ફોર્મ્યુલેશનનો સમાવેશ થાય છે તેના ઉપયોગ સામે પ્રતિબંધ મુક્યો

વધુ વાંચો....

કંપની ન્યુઝ : ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા)નું નવું અસરકારક નિદામણનાશક – અલ્ટેર વિષે જાણો ?

ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા) દ્વારા ડાંગરનું અસરકારક નિદામણનાશક – અલ્ટેર ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા) લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ કુમાર અગ્રવાલે જણાવ્યું છે કે: “અમને ભારતમાં અમારા ભાગીદારો નિસાન કોર્પોરેશાન જાપાનનું ઉત્પાદન અલ્ટેર રજૂ કરતા આનંદ થાય

વધુ વાંચો....

કંપની ન્યુઝ : પ્રોટેક્ટિવ ફાર્મિંગ એગ્રીટેક સ્ટાર્ટઅપ GROWiT ઇન્ડિયા

પ્રોટેક્ટિવ ફાર્મિંગ એગ્રીટેક સ્ટાર્ટઅપ GROWiT ઇન્ડિયા GROWiT ઇન્ડિયાએ GVFL વેન્ચર ફંડ દ્વારા $3 મિલિયનનું ફંડ પ્રાપ્ત થયું છે. એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ GROWiT ખેડૂતોને વધુ અસરકારક રીતે સેવા આપવા માટે તેના ટેકનોલોજી

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks