Visitors
Visitors

જીરૂના પાકને ખાસ કરીને સારા નિતારવાળી રેતાળ, ગોરાડુ તેમજ સારી નિતાર શક્તિવાળી મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. ક્ષારીય જમીનમાં પણ જીરાની ખેતી કરી શકાય છે. જીરૂના પાકને ચોખ્ખું, . ઝાકળમુકત, સુકું અને ઠંડુ હવામાન માફ્ક આવે છે. વૃદ્ધિ તબકકાથી દાણો બેસવાની અવસ્થા દરમ્યાન વાદળ વિનાનું ઠંડુ અને સૂકું હવામાન ખૂબ જ અનુકૂળ છે. જીરૂના પાકને ઉંડી ખેડની જરૂર નથી, પરંતુ વર્ષમાં એકવાર ઊંડી ખેડ કરવી હિતાવહ છે. કરબની આડી અને ઊભી બે થી ત્રણ ખેડ કરી સમાર મારી ખેતર સમતળ કરવું. સાંકડા અને નાના કયારા બનાવવા. જીરૂના ખેતરમાં ભારે મોટું ઝાડ, ભારે ઘાટી ઊંચી થોરની જીવંત વાડ હોવી જોઈએ નહીં. જો ખેતરમાં કે શેઢા ઉપર ભારે મોટું ઝાડ હોય તો વાવેતર ત્યાંથી દૂર કરવું હિતાવહ છે. જીરૂના ખેતરની બાજુમાંથી સતત વહેતો પાણીનો ઢાળીયો કે બાજુમાં રાયડો, રજકો કે ઘઉંનું વાવેતર પણ હિતાવહ નથી.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    જીરુંની કાપણી ક્યારે કરવી જોઈએ ?

    જીરુંની કાપણી – મસાલા પાકોમાં વધુ વળતર માટે તેની ઉત્પાદકતા અને ગુણવત્તા એ બે મહત્ત્વના પાસાઓ છે. પાકનું વધુ ઉત્પાદન થાય પરંતુ તેની ગુણવત્તા સારી ન હોય તો ભાવ ઓછા મળવાને કારણે

    વધુ વાંચો....

    જીરૂ વાળા ખેતરમાં જીરું નહિ , પાક ફેરબદલી કરવી.

    જુદા જુદા ખરીફ પાકો જેવા કે બાજરી, જુવાર, મકાઈ, તલ, મગ, ચોળી કે મગફ્ળી પછી જીરૂની ખેતી સરળતાથી કરી શકાય છે. જુરુ વાળા ખેતર માં સતત જીરું કરવું જોઈએ નહિ , પાક

    વધુ વાંચો....

    જીરૂ/ઇસબગુલમાં ખાતર

    જીરૂના પાકમાં હેકટરે ૮ થી ૧૦ ટન છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે જમીનમાં ભેળવી દેવું. વાવણી વખતે પાયાના ખાતર તરીકે ૧૫ કિલોનાઈટ્રોજન અને ૧૫ કિલો ફોસ્ફરસ પ્રતિ હેકટરે આપવું અને પૂર્તિ

    વધુ વાંચો....

    જીરૂનો કાળીયો અથવા ચરમીનો રોગ ક્યારે આવે ?

    જીરૂનો કાળીયો અથવા ચરમીનો રોગ જમીનજન્ય તેમજ બીજ જન્ય ફૂગથી થાય છે. શરૂઆતમાં પાન પર નાના કથ્થાઈ રંગના ટપકાં પડે છે ત્યારબાદ ટપકાં મોટા થઈ આખા પાન કથ્થાઈ રંગમાં ફેરવાઈ જાય છે.

    વધુ વાંચો....

    જીરૂમાં પિયત ક્યારે અને કેટલું આપવું ?

    જીરૂમાં પિયત ટૂંકા અને અર્ધસૂકા વિસ્તારમાં પિયત ખૂબ જ મોંઘું સંશાધન હોવાથી તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો હિતાવહ છે. અસંતુલિત માત્રા અને પ્રમાણ વિના આડેધડ પિયત પાકને નિષ્ફળ બનાવે છે. તેથી પાકની વૃધ્ધિ

    વધુ વાંચો....

    જીરૂમાં ખાતરનું વ્યવસ્થાપન

    જીરૂમાં ખાતરનું વ્યવસ્થાપન માટે સારું કોહવાયેલું છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે જમીનમાં સપ્રમાણ રીતે આપી બરાબર ભેળવી દેવા આવશ્યક છે. પાયાના ખાતરો ચાસમાં બીજની નીચે પડે તે રીતે આપવાથી છોડ તેનો

    વધુ વાંચો....

    જીરૂની ખેતીમાં બીજ દર કેટલો હોવો જોઈએ ?

    કોઈપણ પાકની ઉત્પાદકતા ઉપર અસર કરતા પરિબળો પૈકી એકમ વિસ્તારમાં છોડની પૂરતી સંખ્યા એ ખૂબ જ અગત્યનું પરિબળ છે. જો છોડની સંખ્યા ઓછી હોય તો તેની અસર ઉત્પાદન ઉપર થાય છે. વધુ

    વધુ વાંચો....

    જીરૂ બિયારણની જાતની પસંદગી આ જાતો માંથી કરો.

    (૧) ગુજરાત જીરૂ-૫ : સુકારા સામે પ્રતિકારકતા| ચરમી રોગનું પ્રમાણ ઓછું/વધુ ઉડ્ડયનશીલ તેલ તેમજ વધુ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. (૨) ગુજરાત જીરૂ-૪ : ગુજરાત જીરૂ૪ ના દાણાની સારી ગુણવત્તા, સુકારા રોગ પ્રતિકારકતા

    વધુ વાંચો....

    જીરુંની કાપણી ક્યારે કરવી જોઈએ ?

    જીરુંની કાપણી – મસાલા પાકોમાં વધુ વળતર માટે તેની ઉત્પાદકતા અને ગુણવત્તા એ બે મહત્ત્વના પાસાઓ છે. પાકનું વધુ ઉત્પાદન થાય પરંતુ તેની ગુણવત્તા સારી ન હોય તો ભાવ ઓછા મળવાને કારણે

    વધુ વાંચો....

    જીરુંનો રોગ : ભૂકીછારો

    જીરુંનો ભૂકીછારો રોગને સુકું અને ઠંડુ વાતાવરણ માફક આવે છે. છોડ ને વૃદ્ધિ સમયે વધુ પડતું પાણી આપવાથી પણ આ રોગ નો ફેલાવો થઇ શકે છે. રોગ કારક:- ઈરીસીફી પોલીગોની નામની ફૂગ

    વધુ વાંચો....

    રોગ : જીરૂનો કાળીયો/કાળી ચરમીનો રોગ કેવી રીતે નિયંત્રિત કરી શકાય?

    જીરૂનો કાળીયો/કાળી ચરમીનો રોગની શરૂઆત થયેથી એઝોક્સીસ્ટ્રોબીન ૨૩ એસસી ૧૫ મિ.લી. અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૨૫ ગ્રામ અથવા મેટીરામ ૭૦ વેપા ૨૫ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઇસી ૧૫ મિ.લી. ૧૫ લિટર પાણીમાં

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks