કાર્ય પધ્ધતિ :
“મેન્કોઝેબ’ એ ડાયથાયોકાર્બામેટ્સ જુથના ફૂગનાશકોમાં સમાવેશ થતું અગત્યનું બિનશોષક પ્રકારનું ફૂગનાશક છે. મેન્કોઝેબ ફૂગનાશક બે ડાયથાયોકાર્બામેટ્સ, મેનેબ અને ઝાઇનેબનું મિશ્રણ છે. મેન્કોઝેબ, સ્પર્શધ્ન ફૂગનાશક છે. તે ફૂગ માટે ત્યારે જ ઝેરી બને છે જ્યારે તે હવાના સંપર્કમાં આવતા આઇસોથાયોસાયનેટ નામના રસાયણમાં પરિવર્તિત થાય છે જે ફૂગમાં રહેલા ઉત્સેચકો રહેલા સલ્ફાહાયડ્રક સમૂહોને નિષ્ક્રિય બનાવે છે. ક્યારેક મેન્કોઝેબ અને ફૂગમાં રહેલા ઉત્સેચકો વચ્ચે ધાતુઓની અદલાબદલી (વિનિમય) થાય છે જે ઉત્સેચકોની કામગીરીમા ખલેલ (વિક્ષેપ) પહોચાડે છે. મેન્કોઝેબ, ફૂગમાં જુદા જુદા સ્થાને કામ કરતુ (બહુસ્થાનીય) રક્ષણાત્મક ફૂગનાશક છે. તે પાંદડાની સપાટી પર રહે છે; ફૂગના બીજાણુનું અંકુરણ અટકાવે છે અને ફૂગના રોગકારક કોષની અંદર છ અલગ અલગ જૈવ રસાયણિક પ્રક્રિયામાં દખલ/અવરોધ પેદા કરે છે.
બનાવટો :
આ ફૂગનાશક પાણીમાં ભીંજવી શકાય તેવા ભૂકારૂપ (૭૫% ડબલ્યુપી/વેટેબલ પાઉડર), પાણીમાં ભીંજવી શકાય તેવા દાણાદાર (૭૫% ડબલ્યુજી/વેટેબલ ગ્રેન્યુલ્સ) અને પાણીમાં ઓગાળી શકે તેવુ સાંqદ્વત પ્રવાહી (૩૫% એસસી/સોલ્યુબલ કોન્સેન્ટ્રેટ) સ્વરૂપે મળે છે. આપણે ત્યાં આ ફૂગનાશક ૭૫% ડબલ્યુપી (વેટેબલ પાઉડર) સ્વરૂપે ઉપલબ્ધ છે.
વ્યાપારી નામો :
બજારમાં તે ડાયથેન એમ-૪૫, ઇન્ડોફીલ એમ-૪૫, મેન્કોબેન એમ-૪૫, યુથેન એમ-૪૫, ટાટા એમ-૪૫, સ્ટારજેમ એમ-૪૫, ક્રીસ્ટલ-૪૫, માસ એમ-૪૫, લીઓ એમ-૪૫, સ્પર્શ, માર્લેટ, એડ-૪૫, મેન્કોસ્ટાર, એમ-ગાર્ડ ૪૫, હીલ્થેન એમ-૪૫, દેવીદયાલ એમ-૪૫, ધાનુકા એમ-૪૫, વીરાના બજારૂં નામે મળે છે.
ઉપયોગ માટે ભલામણ:
સેન્ટ્રલ ઇન્સેક્ટીસાઇડ બોર્ડ (ઈઇંઇ) મુજબ : ઘઉં (પાન અને થડનો ગેરૂ, પાનનો ઝાળ), મકાઈ (પાનનો સૂકારો, તળછારો), ડાંગર (કરમોડી), જુવાર (પાનનાંટપકાં, બટાટા અને ટામેટા (આગોતરો અને પાછોતરો સૂકારો), મરચી (કાલવ્રણ, પાનનાં ટપકાં, ડુંળી (પાનનો સૂકારો), ફ્લાવર (ઉગસૂકનો રોગ, પાનનાં ટપકાં, મગફળી (ટીક્કા/ પાનનાં ટપકાં ગેરૂ, ઉગસૂકનો રોગ), જામફળ (ફળનો સડો), કેળ (સિગાર એન્ડ રોટ, ટોચનો કોહવારો, પાનનાં સીગાટોકા/ત્રાકીયા ટપકાં, અને જીરૂ (કાળી ચરમી)ના નિયંત્રણ માટે મેન્કોઝેબ વપરાય છે.
ઉપયોગ માટે ભલામણ :
(ગુજરાતની કૃષિ યુનિવર્સિટીની ભલામણો મુજબ) : આપણે ત્યાં કૃષિ યુનિવર્સિટીઓના જુદા જુદા સંશોધન કેન્દ્રો ખાતેથી તમાકુ, કપાસ, દિવેલા, રાઇ, સૂર્યમુખી, ભીંડા, વેલાવાળા શાકભાજી, મગફળી, કેળ (પાનનાં ટપકાં, રાઇ, કોબીજ, વેલાવાળા શાકભાજી, ઇસબગુલ (તળછારો), ઘઉં, બાજરી, મગફળી(ગેરૂ), ડાંગર (ગલત અંગારીયો), બટાટા, ટામેટા (આગોતરો સૂકારો), મરચી (કાલવ્રણ), જીરૂ (ચરમી), કારેલી (તળછારો), તલ (ફાઇટોપ્થોરા બ્લાઇટ, ઓલ્ટરનેરીયા પાનનાંટપકાં, મગફળી (ઓલ્ટરનેરીયા પાનનાં ટપકાં વગેરે પાકમાં રોગોના નિયંત્રણ માટે મેન્કોઝેબનો છંટકાવ કરવાની ભલામણ થયેલ છે. સામાન્ય રીતે તેનો છંટકાવ ૨૦-૨૭ ગ્રામ/૧૦ લિટર પાણી પ્રમાણે કરવામાં આવે છે.

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    કાર્બેન્ડીઝીમ

    કાર્ય પધ્ધતિ :કાર્બેન્ડાઝીમ ફૂગ ઉપર વિવિધ પ્રકારની અસર ધરાવતું , શોષક/સર્વદૈહિક , રક્ષણાત્મક અને રોગહર/ઉપચારક ફૂગનાશક છે. તે ફૂગમાંકોષ વિભાજનની ક્રિયાને અવરોધે છે જેથી ફૂગની જનન-નલિકાઓનો વિકાસ, આસંબિંબનું નિર્માણ અને કવકજાળ/તંતુજાળની વૃધ્ધિ

    વધુ વાંચો....

    કાર્બોક્ષીન

    કાર્ય પધ્ધતિ :કાર્બોક્ષીન ફૂગનાશક મુખ્યત્વે બીજજન્ય રોગોના નિયંત્રણ માટે વપરાય છે. કાર્બોક્ષીન ફૂગનાશક સક્સીનેટ ઓક્સિડેશનની સાઇટ પર અથવા તેની નજીકના મિટોકોન્ડ્રીયલ શ્વસનને અટકાવી ફૂગમાં શ્વસનની પ્રક્રિયાને વિક્ષેપિત કરે છે.બનાવટો :આ ફૂગનાશક ૭૫%

    વધુ વાંચો....

    પ્રોપીનેબ

    કાર્ય પધ્ધતિ :“પ્રોપીનેબ’ એ ડાયથાયોકાર્બામેટ્સ જુથના ફૂગનાશકોમાં સમાવેશ થતું અગત્યનું બિનશોષક પ્રકારનું ફૂગનાશક છે. પ્રોપીનેબ ફૂગના ચયાપચયના વિવિધ સ્થાનો જેવા કે કોષકલા /કોષત્વચામાં કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીન દ્રવ્યોના ચયાપચયમાં શ્વસન શૃંખલાના ઘણા બધા

    વધુ વાંચો....

    સાયનોપાયરાફેન – એક આધુનિક કથીરીનાશક

    હરિયાળી ક્રાંતિના ઉદય પછી કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધારાની સાથે સાથે કૃષિ રસાયણોનો પણ વપરાશ વધવા પામ્યો છે. ખાસ કરીને કૃષિ પાકોમાં આવતા વિવિધ જીવાત-રોગ અને નીંદણના નિયંત્રણ માટે જુદા જુદા કૃષિ રસાયણો

    વધુ વાંચો....

    ફેનપાયરોક્ષીમેટ

    ફેનપાયરોક્ષીમેટ દવા સૌ પ્રથમ નિહોન નોહયાકૂ કંપની દ્વારા ૧૯૯૦માં તૈયાર કરવામાં આવી હતી જ્યારે તેની નોંધણી ૧૯૯૧માં કરવામાં આવી હતી. ફેનપાયરોક્ષીમેટ એ પાયરેક્ષોલ જુથમાં સમાવેશ થતું અગત્યનું નવીનતમ કથીરીનાશક છે.  

    વધુ વાંચો....

    ક્રોમાફેનોઝાઇડ

    એક જૂથની કીટનાશકનો સતત ઉપયોગ કરવામાં આવે તો તેની સામે રક્ષણ માટે પ્રતિકારક શક્તિ કેળવાય છે. આથી તેના ઉકેલ માટે વૈજ્ઞાનિકો જુદા જુદા ભૌતિક તેમજ રાસાયણિક બંધારણ ધરાવતી કીટનાશકની શોધ કરતા રહે

    વધુ વાંચો....

    પાકસંરક્ષણ વિશેષાંક : ફ્લુફેનોક્ઝુરોન

    ફ્લુફેનોક્ઝુરોન એક કથીરીનાશકની સાથે સાથે કીટનાશક તરીકે પણ કામ કરે છે. પરંતુ કૃષિમાં તે મુખ્યત્વે કીટનાશક કરતાં કથીરીનાશક તરીકે વધુ પ્રચલિત છે. આ કથીરીનાશક સૌ પ્રથમ વાર યુનાઈટેડ કિંગડમ (બ્રિટન) સ્થિત શેલ

    વધુ વાંચો....

    ટોલ્ફેનપાયરાડ

    ટોલ્ફેનપાયરાડ એ સૌ પ્રથમ ૧૯૯૧ માં મિત્સુબીસી કેમિકલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ. ટોલ્ફેનપાયરાડ એ પાયરાઝોલ જુથમાં સમાવેશ થતું અગત્યનું કીટનાશક છે. આ કીટનાશક કીફુન, ટોરાક વગેરે જેવા અલગ અલગ વ્યાપારી (બજારું)

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks