aries agro

મરચીની ખેતી પાળા  ઉપર એટલે કે રેઈઝબેડ ઉપર ન થાય તો મરચીમાં આવતા રોગો વધે છે.  મરચીમાં ૧૪ પ્રકારની ફૂગ, ૧૬ પ્રકારના વાયરસ, પાંચ  પ્રકારના બેક્ટેરિયા, એક નીમેટોડ અને ૬ પ્રકારની જીવાતોનો ઉપદ્રવ રહે છે. મરચીમાં આ રોગથી ખુબ મોટું નુકશાન થાય છે. ડમ્પિંગ ઓફ સિવાય ફાયટોપ્થોરાથી પણ ખુબ મોટું નુકશાન થાય છે

૧.  ડમ્પિંગ ઓફ   (વાંચવા અહી ક્લિક કરો)

૨. ફાયટોપથોરા બ્લાઈટ :  મરચીના પાકમાં જોવા મળતો આ રોગ સૌથી નુકશાનકારક રોગ  છે જેને ફાયટોપ્થોરા બ્લાઈટ કહે છે 

 
ફાયટોપથોરા બ્લાઈટ એટલે સુકારો જે ફાયટોપથોરા ફૂગના લીધે થાય છે. ઉપદ્રવિત છોડના મૂળ, થડ, પાન, ફળ ઉપર કાળો ડાઘ પડે છે, છોડ ઉભો સુકાય છે, પાંદડા પર પહેલા ડાર્ક ગ્રીન ડાઘ પડે છે પછી તે મોટા થાય છે. ફળ ઉપર ઘાટા ડાઘ પડે, પાણી પોચા થાય, સફેદ ફૂગના સ્પોર જોવા મળે, પાન ખરી પડે છે.  પાણી જે તરફ વહેતું હોય તે તરફ રોગ આગળ વધતો દેખાઈ છે.
શું કરવું ? 
વાતાવરણ માં સતત ભેજ હોય, પાણી ભરાય રહેતું હોય, પાણી સાથે રોગ આગળ વધતો દેખાતો હોય , બાજુના ખેતરમાં રોગ હોય અને વરસાદનું પાણી ત્યાંથી તમારા ખેતરમાં આવે તો તમારા ખેતરમાં પણ રોગ આગળ વધે છે…. ૨૪ સેન્ટીગ્રેડ થી ૩૩ સેન્ટીગ્રેડ વાળા હવામાનમાં આ રોગ વધુ ફેલાય, તમારા ચંપલ અને ખેતીના સાધનો સાથે આ રોગના જીવાણું ચોટીને પણ તમારા ખેતરમાં આ રોગ આગળ વધી શકે.
નીચેની દવાનું ડ્રેન્ચિંગ કરો. 
  1. એલીએટ ૩૫ ગ્રામ/પંપ                     અથવા
  2. પ્રોફીલર ૩૫ ગ્રામ / પંપ                    અથવા
  3. મેલોડી ડુઓ  ૫૦ ગ્રામ / પંપ             અથવા
  4. ઇન્વેકશન ૨૫/પંપ                           અથવા
  5. રીડોમિલ ગોલ્ડ  ૫૦ ગ્રામ / પંપ

@સાભાર કૃષિ વિજ્ઞાન

ચિત્ર પ્રતીકાત્મક છે –  માહિતી સંકલિત કરેલ છે. 

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

ઘોડીયા ઇયળ

ખેતરમાં ઈયળભક્ષી પક્ષીઓને બેસવા માટે ઝાડના ડાળા કાપીને છૂટાછવાયા ઊભા કરી તેમને બેસવાની વ્યવસ્થા કરવી. પુખ્ત ઈયળોને હાથથી વીણીને કેરોસીનવાળા પાણીમાં નાખીને નાશ કરવો. કુદરતી રીતે બ્યૂવેરીયા બેસીયાના ફૂગથી થતો રોગ જાેવા

વધુ વાંચો....

આજથી શરુ થતા એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

ગાંધીનગરના મેળામાં દેશ વિદેશની કંપનીઓ, સંસ્થાઓ, એનજીઓ ભાગ લે છે તેમાં ખાસ જવું જોઈએ. આજથી પ્રારંભ થતો એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૧- ૧૨- ૧૩ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો

વધુ વાંચો....

તલનો પર્ણગુચ્છ/ ફાયલોડી

આ રોગ લીલાં તડતડીયાંથી ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે ડાયમીથોએટ ૩૦ ઇસી 15 મિલિ અથવા ફોસ્ફામીડોન ૪૦ એસએલ 15 મિલિ 15 લિટરમાં ભેળવી ૧૦ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા.

વધુ વાંચો....

ડાંગરનો ગલત અંગારીયો

જ્યાં દર વર્ષે આ રોગ આવતો હોય ત્યાં કંટી નીકળવાની તૈયારી હોય ત્યારે મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 15 ગ્રામ અથવા પ્રોપિકોનાઝોલ

વધુ વાંચો....

શેરડીનો રાતડો

ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ પ્રેસમડમાં સંવર્ધન કરી રોપણી સમયે ૮ ટન પ્રતિ હેક્ટરે ચાસમાં આપવું. વધુ પડતું પિયત અથવા પાણીની ખેંચ થવા દેવી નહિ.

વધુ વાંચો....

મગનો પીળો પંચરંગીયો

આ રોગનો ફેલાવો સફેદમાખી દ્વારા થતો હોવાથી તેના નિયંત્રણ માટે શોષકપ્રકારની કીટનાશકો જેવી કે ડાયમિથોએટ ૩૦ ઇસી 15 મિલિ અથવા ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મિલિ અથવા એસીટામિપ્રિડ ૨૦ એસપી 5 ગ્રામ અથવા

વધુ વાંચો....

મરચીમાં વાઇરસ

મરચીના પાકમાં ઘણી વખત વિષાણુથી થતો અને થ્રિપ્સ તથા પાનકથીરીના નુકસાનથી થતા કોકડવાના લક્ષણો જોવા મળે છે. આવા કિસ્સામાં કોકડવા માટે જવાબદાર જે તે પરીબળને શોધી યોગ્ય પગલાં લેવાથી તેની તીવ્રતા ઘટાડી

વધુ વાંચો....

બાજરીનો ગેરૂ

રોગની શરૂઆત થાય કે તુરંત જ મેન્કોઝેબ અથવા ઝાયનેબ ૦.૨ ટકા પૈકી કોઇપણ એક ફૂગનાશક 35 ગ્રામ 15 લીટ પાણીમાં ઓગાળી છંટકાવ કરવો અને ત્યાર બાદ ૧૫ દિવસે જરૂરિયાત મુજબ બીજાે છંટકાવ

વધુ વાંચો....

મગફળીમાં ઘૈણ

ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉ૫દ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો. ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ ર૫ ઈસી અથવા કલોરપાયરીફોસ ર૦ ઈસી હેકટરે

વધુ વાંચો....

કપાસના પેરા વિલ્ટ/ સુદાન વિલ્ટ/ ન્યૂ વિલ્ટ

જમીનમાં ભેજની અછત ટાળવી અને આવી ૫રિસ્થિતીમાં પિયત આ૫વાથી સૂકારાનું પ્રમાણ ઘટાડી શકાય છે. વરાપે ખેડ કરવાથી અથવા છોડના મૂળ વિસ્તારમાં ગોડ કરી જમીનમાં હવાની અવરજવર કરવાથી ફાયદો થાય છે. છોડ ઉ૫ર

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks