
કાર્ય પધ્ધતિ :
થાયોફેનેટ મિથાઇલ, શોષક/સર્વદૈહિક અને વિવિધ પ્રકારની ફૂગ ઉપર અસર ધરાવતું , બેન્ઝિમિડાઝોલ પ્રકારનું ફૂગનાશક છે. તે ફૂગના કોષમાં ડીએનએના સંશ્લેષણને એટલે કે કોષ વિભાજનની ક્રિયાને અવરોધે છે. થાયોફેનેટ મિથાઇલનું અવશોષણ મૂળ અને પાન દ્વારા થાય છે અને રક્ષણાત્મક અને રોગહર અસર ધરાવે છે.
બનાવટો :
થાયોફેનેટ મિથાઇલ બજારમાં ૭૦% ડબલ્યુપી (ભીંજવી શકાય તેવા ભૂકારૂપ) સ્વરૂપે મળે છે.
વ્યાપારી નામો :
થાયોફેનેટ મિથાઇલ આપણે ત્યાં બજારમાં રોકો, થાયોવીટ, ટોપમાસ્ટ, કી, ડીટ્ટો, પ્રિઝમ, ઇનટોપ, હેક્ષાટોપ, મોર્સ, થાયોક્રોપ, કન્ટ્રોલ, દેવીલોક, મીલટોપ વગેરે વ્યાપારી નામે ઉપલબ્ધ છે.
ઉપયોગ માટે ભલામણ:
સેન્ટ્રલ ઇન્સેક્ટીસાઇડ બોર્ડ (ઈઇંઇ) મુજબ : પપૈયા (ભૂકી છારો), ટામેટી (રીંગ રોટ), દુધી (કાલવ્રણ) અને દ્રાક્ષ (ભૂકી છારો, કાલવ્રણ, ગેરૂ) વગેરે પાકમાં રોગોના નિયંત્રણ માટે થાયોફેનેટ મિથાઇલ વપરાય છે. સામાન્ય રીતે તેનો છંટકાવ ૭-૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે કરવામાં આવે છે.
ઉપયોગ માટે ભલામણ :
(ગુજરાતની કૃષિ યુનિવર્સિટીની ભલામણો મુજબ) : ડાંગર (કરમોડી), વેલાવાળા શાકભાજી (ભૂકી છારો, પાન અને ફળના ટપકાં, લસણ (ભૂકી છારો), મરચી, આંબો (કાલવ્રણ), કેળ (પાનનાં ત્રાકિયા ટપકાં, પપૈયા (પાનનાં ટપકાં, મગ, મઠ, અડદ, ચોળા, તલ (મેક્રોફોમીના પાનનો સૂકારો)ના પાકમાં રોગોના નિયંત્રણ માટે છંટકાવની ભલામણ થયેલ છે. સામાન્ય રીતે તેનો છંટકાવ ૭-૧૦ ગ્રામ/૧૦ લિટર પાણી પ્રમાણે કરવામાં આવે છે.

















