aries agro

* ઉત્તર ગુજરાતની પરિસ્થિતિમાં પિયત ઘઉંમ નીંદણ નિયંત્રણ માટે ૨, ૪-ડી સોડિયમ સોલ્ટ હેકટરે ૦.૯૬ કિ.ગ્રા. મુજબ ઘઉંના વાવેતર બાદ ૩૦ થી ૩૫ દિવસે છાંટવું. જો આ શક્ય ન હોય તો હાથથી બે વખત નીંદામણ કરી પાકને નીંદણમુક્ત રાખવો.

* મધ્ય ગુજરાત ખેત હવામાન વિસ્તાર (ખેત આબોહવા પરિસ્થિતિ-૨)માં ઘઉંનું વાવેતર કરતા ખેડૂતોને ઘઉંનુ વધુ ઉત્પાદન મેળવવા પાકને વાવણી બાદ શરૂઆતના ૩૦ દિવસ સુધી નીંદણમુક્ત રાખવાની સલાહ છે.

* મધ્ય ગુજરાત વિસ્તાર (ખેતી-આબોહવા પરિસ્થિતિ-૨)માં ઘઉંનુ વાવેતર કરતા ખેડૂતોને આ પાકમાં જ્યાં ‘ ચિલ-બલાડો’ નામના પ્રમાણ સવિશેષ છે, ત્યાં અસરકારક અને અર્થક્ષમ નીંદણ નિયંત્રણ માટે ૨,૪-ડી ( સોડિયમ અથવા એસ્ટર) હેકટર દીઠ ૦.૭૫ કિ.ગ્રા, મુજબ વાવણી બાદ ૩૦ દિવસે છંટકાવ કરવાની સલાહ છે પરંતુ જ્યાં પહોળા પાન અને ઘાસ વર્ગના નીંદણોનો પ્રશ્ન હોય ત્યાં પેન્ડીમીથાલીન હેકટર દીઠ ૦.૫૦ થી ૧.૦ કિ.ગ્રા. મુજબ પ્રિ ઈમરજન્સ તરીકે છંટકાવ કરવો. જમીનના ઉપરના સ્તરમાં ભેજ હોવો જરૂરી છે.

વધુમાં જો મજૂરો લભ્ય હોય તો વાવણીબાદ ૩૦ દિવસે એક વખત હાથકરબડી અથવા એક વખત હાથ વડે નીંદામણ કરવું.

* પેન્ડીમીથાલીન હેકટર દીઠ ૧.૦ કિ.ગ્રા. મુજબ પ્રિ-ઇમરજન્સ છંટકાવ કરવો અને પાકની વાવણી પછી ૩૦ થી ૩૫ દિવસે એક વખત હાથ વડે નીંદામણ કરવું.

* ઉત્તર ગુજરાત ખેત આબોહવા વિભાગ-૪ માં વરાપે અથવા કોરાટે વાવણી કરેલ ઘઉંમાં અસરકારક અને પોષણક્ષમ નીંદણ નિયંત્રણ માટે મેટસલ્ફ્યુરોન મીથાઇલ ૪ ગ્રામ/હે. પ્રમાણે ૪૦૦ લીટર પાણીમાં ઓગાળી વાવણી પછી ૨૫ દિવસે છાંટવાની ભલામણ કરવામાં આવે છે.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

મકાઈમાં નિંદામણ નિયંત્રણ વિષે જાણો.

શરૂઆતના દોઢ માસ સુધી ખેતર નિંદામણ મુક્ત રાખવાથી ઉત્પાદનમાં ૪૦ ટકા વધારો મળે છે. એટ્રાજીન ૨ કિલો પ્રતિ હેક્ટરે મકાઈ વાવ્યા બાદ છોડ ઊગતા પહેલાં ૧૦ લિટર પાણીના પંપમાં ૪૦ ગ્રામ દવા

વધુ વાંચો....

ગુલ્લીદંડા – નીંદણોનું નિયંત્રણ : કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

નીંદણોનું નિયંત્રણ વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર. કે. માથુકિયા શ્રી પી. આર. માથુકિયા, શ્રી એસ. જે. વેકરીયા નીંદણ નિયંત્રણ યોજના, કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ – ૩૬૨૦૦૧ (મો.)

વધુ વાંચો....

ઘઉંમાં નિંદામણ વ્યવસ્થાપન વિષે વાંચો.

ઘઉંના પાકમાં હાથથી નિંદામણ કરવું સૌથી વધારે હિતાવહ છે. એક હેક્ટર વિસ્તારમાં રાસાયણિક નીંદણ નિયંત્રણ માટે ૧ કિગ્રા. સક્રિય તત્ત્વ/હે. પેન્ડીમિથાલીન દવા ૬૦૦ લિટર પાણીમાં મિશ્ર કરી વાવણી બાદ (પ્રી- ઈમરજન્સ ટ્રીટમેન્ટ)

વધુ વાંચો....

ઘઉંના ઊભા પાકમાં ઉધઈનો ઉ૫દ્રવ

ઘઉંના ઊભા પાકમાં ઉધઈનો ઉ૫દ્રવ શરુ થતો જણાય તો તુરત જ એક હેકટર પાકના વિસ્તાર માટે રેતી સાથે બરાબર ભેળવી માવજત આપેલ રેતી ઘઉંના ઊભા પાકમાં પુંખવી અને ત્યારબાદ પાકને હળવુ પિયત

વધુ વાંચો....

ઘઉંનું જાદરિયું બનાવવાની પદ્ધતિ

ભાલીયા ઘઉંના પોંકનો લોટ અને ચણાના લોટને ૫૦ ગ્રામ ઘીમાં શેકવો. તેમાં દૂધ ઉમેરવું, ત્યારબાદ ખાંડની ચાસણી (૪૦ ગ્રામ ખાંડ માં ૨૦ મી.લી. પાણી ઉમેરી ૩ મિનીટ ગરમ કરવું.) ઉમેરી મિશ્રણને ધીરા

વધુ વાંચો....

જીવાત : ઘઉંમાં મોલો

મોલોના ઉપદ્રવની સાથે તેના કુદરતી દુશ્મનો પરભક્ષી દાળીયા (લેડી બર્ડ બીટલ), લીલી પોપટી (ક્રાયસોપર્લા) તથા સીરફીડ ફલાય મોટી સંખ્યામાં જોવા મળે છે જેથી કીટનાશક છાંટવાની જરૂરિયાત રહેતી નથી. મોલોનું પ્રમાણ વધારે જણાય

વધુ વાંચો....

ઘઉંના પાકમા ખાતર વ્યવસ્થાપન માટે વાંચો.

વધુ ઉત્પાદન, દાણાની ગુણવત્તા અને જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે દર બે વર્ષે હેક્ટરે ૧૦ ટન છાણિયું ખાતર નાખવું. • ટુકડી ઘઉંની સમયસરની વાવણી માટે પ્રતિ હેક્ટર ૯૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૬૦

વધુ વાંચો....

ઘઉંમાં નિંદામણ વ્યવસ્થાપન વિષે વાંચો.

ઘઉંના પાકમાં હાથથી નિંદામણ કરવું સૌથી વધારે હિતાવહ છે. એક હેક્ટર વિસ્તારમાં રાસાયણિક નીંદણ નિયંત્રણ માટે ૧ કિગ્રા. સક્રિય તત્ત્વ/હે. પેન્ડીમિથાલીન દવા ૬૦૦ લિટર પાણીમાં મિશ્ર કરી વાવણી બાદ (પ્રી- ઈમરજન્સ ટ્રીટમેન્ટ)

વધુ વાંચો....

ઘઉં: ઘઉં એટલે ગ્લુટેન

ઘઉં માનવ જાતના ખોરાકમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ઘઉંમાં પ્રોટીન અને રેસાનું પ્રમાણ વધુ હોય છે. ગ્લુટીન પ્રકારના પ્રોટીન ફક્ત ઘઉંમાં જ હોય છે. જે રોટલી તેમજ અન્ય બનાવો માટે જરૂરી છે.

વધુ વાંચો....

ઘઉંમાં પિયતની કાળજી

ઘઉંના પાકની પાણીની જરૂરિયાત ઘઉંની જાત, જમીનના પ્રકાર અને હવામાન ઉપર આધાર રાખે છે. જેને ધ્યાને લેતાં ઘઉંના પાકને તેની કટોકટી અવસ્થાએ પાણીની ખેંચ ન પડે તેની કાળજી રાખવી ખૂબ જ અનિવાર્ય

વધુ વાંચો....

ઘઉંની સુધારેલી જાત ટુકડી (એસ્ટીવમ )

જી.ડબલ્યુ. ૨૭૩ ની ખાસિયત ટુકડી (એસ્ટીવમ ) ઊંચા ઉષ્ણતામાન સામે સહનશીલ વધુ સેડીમેન્ટેશન વેલ્યુ (૬૦ મીમી) બ્રેડ તથા રોટલી માટે સારી મહત્તમ ઉત્પાદન ક્ષમતા ૭૭.૮૦ ક્વિ./હે. કાળા અને બદામી ગેરૂ સામે રોગ

વધુ વાંચો....

ઘઉંની સુધારેલી જાત ટુકડી (એસ્ટીવમ )

જી.ડબલ્યુ. ૪૫૫ ની ખાસિયત ટુકડી (એસ્ટીવમ ) ઢળી પડવા સામે સહનશીલ જી.ડબલ્યુ. ૪૯૬ જેવો દાણો, રોટલી માટે ઉત્તમ મહત્તમ ઉત્પાદન ક્ષમતા ૬૬.૧૦ ક્વિ/હે. • કુપોષણ નિવારણનો ઉત્તમ વિકલ્પ વધારે લોહ તત્ત્વ (૩૬.૪

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks