
શ્રી ધ્રુવકુમાર જે. ફળદુશ્રી આનંદ એલ. લાખાણીશ્રી એમ. એન. ગજેરા, રિન્યૂએબલ એનર્જી એન્જિનિયરીંગ વિભાગ, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ – ૩૬૨૦૦૧ ફોન : (મો.) ૯૫૫૮૬૬૯૨૭૭
(૧) આચ્છાદનને કારણે જમીનની સપાટી પર સૂર્યપ્રકાશ અને સૂર્ય કિરણોનો પ્રવેશ થતો નથી અને જેને લીધે બાષ્પીભવનથી થતો પાણીનો વ્યય અટકે છે.
(૨) આચ્છાદન કરવાથી નીંદણના બીજને પૂરતા પ્રમાણમાં પ્રકાશ મળતો નથી આથી બધી જ અનુકૂળતા હોવા છતાં ઘણાબધા નીંદણના બીજ ઉગી શકતા નથી.
(૩) આચ્છાદનથી ઉપરની ફળદ્રુપ જમીનનું ધોવાણ અટકે છે અને છોડના મૂળ સાથે જમીનના માટીના કણોને જકડી રાખવામાં મદદરૂપ થાય.
(૪) આચ્છાદનથી પાકના મૂળ વિસ્તારમાં દિવસ અને રાત્રિ સમયના તાપમાનમાં થયેલ બદલાવમાં આચ્છાદન દ્વારા નોંધપાત્ર ઘટાડો થાય છે. નીંદણ નિયંત્રણ માટે કાળા રંગનું પ્લાસ્ટિક વધુ કાર્યક્ષમ પુરવાર થયેલ છે.


















