Visitors
Visitors

કોલ્ડ સ્ટોરેજ એટલે શું? જણાવતા સર્વશ્રી ડૉ. કે. વી. વાળા ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી અને બાયો એનર્જી કોલેજ, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ-૩૮૮૧૧૦ ફોન ઃ (૦૨૬૯૨) ૨૬૧૩૦૨ કોલ્ડ સ્ટોરેજ જેને ગુજરાતીમાં શીત સંગ્રાહક કહેવાય. આ એક એવા પ્રકારનું બિલ્ડીંગ છે કે જેનો ઉપયોગ કૃષિ ક્ષેત્રે બાગાયતી પાકોના (ખાસ કરીને ફળ અને શાકભાજી) સંગ્રહ કરવા માટે વપરાય છે. આ સંગ્રાહકની ચારે બાજુની દિવાલો અવાહક અને ચારે બાજુથી બંધ રૂમ અને એક જ દરવાજા સાથેનું બાંધકામ છે અને તેની અંદરની બાજુનું તાપમાન અને ભેજ રેફ્રિજરેશન સિસ્ટીમ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. અંદર એક મોટો રૂમ કે/અથવા નાના ભાગોમાં વહેંચાયેલો હોય છે. સામાન્ય રીતે કોલ્ડ સ્ટોરેજમાં લાંબા ગાળા સુધી સંગ્રહી શકાય તેવા ફળ અને શાકભાજીનો સંગ્રહ કરવામાં આવે છે. ફળ અને શાકભાજીના સંગ્રહ માટેના કોલ્ડ સ્ટોરેજ કરતા બીજા સામાન્ય કોલ્ડ સ્ટોરેજ વિશેષ જરૂરિયાતવાળા હોય છે. જેમાં વધારે કૂલિંગ કેપેસિટી સાથે તાપમાન અને ભેજનો કન્ટ્રોલ ખૂબ કાળજી માંગી લે છે.

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    કૃષિમાં AI : બદલાતી ખેતીનો નવો યુગ – 1

    ખેડૂતોના હાથમાં ડિજિટલ સલાહકાર : કલ્પના કરો કે તમારા ખેતરમાં ઉભેલા પાકને રોગ લાગ્યો છે અને તમને તેની જાણ એક અઠવાડિયા પછી નહીં, પરંતુ તે દેખાય તે પહેલાં જ થઈ જાય. અથવા

    વધુ વાંચો....

    જમીનમાં પોષકતત્વોનો ઉપાડ થાય તો ફળદ્રુપતા ઘટે ?

     જમીનમાં પોષકતત્વોનો ઉપાડ : જમીનમાં લેવામાં આવતા પાકોને લીધે દર વર્ષે ખૂબ જ પ્રમાણમાં પોષકતત્ત્વોનો ઉપાડ થાય છે અને આ રીતે જમીનની ફળટ્ટુપતામાં ઘટાડો થાય છે. તો આવા પ્રકારના ઘટાડાને પહોંચી વળવા

    વધુ વાંચો....

    કાયમ ખાતે ફળબાગ વાવાઝોડાથી બચી શકે તેવું થઇ શકે ?

    ફળબાગ વાવાઝોડાથી બચી શકે માટે આપણે એવું આયોજન કરીએ કે આખા ફળબાગને ફરતી ચારેબાજુ પવન અવરોધક પટ્ટી હોય, બાગમાં વચ્ચે પણ આડી-ઊભી ચોકડી રૂપે એક ઊંચી જીવંત પટ્ટી હોય, જેથી અંદરના ઝાડને

    વધુ વાંચો....

    નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ-3 

    પોસ્ટ-ઈમરજન્સ : ખેતરમાં પાક કે નીંદણનો ઉગાવ થયેલ હોય અને ઉગેલ પાક કે નીંદણો પર નીંદણનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેને પોસ્ટ ઈમરજન્સ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રકારની નીંદણનાશક દવાઓ

    વધુ વાંચો....

    બ્રોકોલીની વૈજ્ઞાનિક ખેતી

    ડૉ. સંજીવ કુમાર, મિત્તલ એ. દુધાત, ડૉ. એસ. એન. સરવૈયા, ડૉ. એન. કે. પટેલ અને તેજસ્વિની માદિનેની શાકભાજી વિજ્ઞાન વિભાગ, અસ્પી બાગાયત-વ-વનીય મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી-૩૯૬ ૪૫૦, ફોન : (૦૨૬૩૭) ૨૮૨૧૪૪,

    વધુ વાંચો....

    ભુકારૂપ જંતુનાશક દવા

    પાકમાં નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે બજારમાં વિવિધ પ્રકારની જંતુનાશક દવાઓ મળે છે. આ દવાઓ ઘન, પ્રવાહી કે વાયુ (ગેસ) સ્વરૂપે હોય છે. ઘન સ્વરૂપે મળતી દવાઓમાં મુખ્યત્વે ભૂકારૂપ (પાઉડર), દાણાદાર (ગ્રેન્યુલ્સ)

    વધુ વાંચો....

    ઘઉંમાં ખાતર વ્યવસ્થાપન

    ઘઉંના પાકમાં જમીન તૈયારી કરતી વખતે હેકટરે ૧૦ થી ૧૫ ટન છાણીયું ખાતર જમીનમાં ભેળવી દેવું. વાવણી વખતે હેકટરે ૩૦ કિલો નાઈટ્રોજન અને ૬૦ કિલો ફોસ્ફરસ આપવા. ૬૦ કિલો નાઈટ્રોજન વાવણી પછી

    વધુ વાંચો....

    વાવાઝોડું આવી રહ્યું છે એવા ખબર મળ્યેથી તાત્કાલિક ઉપાયો કેવા લેવાય ?

    રહેણાક, ફરજા, કોઢ, મજૂર-ક્વાર્ટર, ગોડાઉન, મશીનરૂમ, વગેરેનાં નળિયાં,મોભિયાં, પતરાં નીચેથી પવન ભરાઇ, ઊડી ન જાય માટે નીચેની દીવાલ કે થાંભલાનો આધાર હોય ત્યાં ઉપર વજન મૂકી દેવું. ડેલાને સજ્જડરીતે બંધ કરી દેવો.

    વધુ વાંચો....

    બટાટામાં નિંદામણ નિયંત્રણ

    બટાટાના પાકમાં અસરકાર નિંદામણ નિયંત્રણ માટે મેટ્રીબ્યુઝીન ૭૦ % વે.પા. દવા બટાટાના ઉગાવા પહેલા જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે ૧ હેકટરે ૫૭૦ ગ્રામ દવા ૬૦૦ લીટર પાણીમાં ભેળવી એક સરખો છંટકાવ કરવો.

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks