
એબાયોટિક સ્ટ્રેસ (પર્યાવરણીય તણાવ) અને બાયોટિક સ્ટ્રેસ એમ બે પ્રકારના તણાવ હોય છે . પાક ઉત્પાદન મેળવવામાં આવતી ઘટ માટે ઘણા પરિબળો અસર કરતા હોય છે લણણી કેવી થશે તે માટે છુપા તણાવ એટલે કે છોડને પડતો આઘાત (સ્ટ્રેસ) પર ધ્યાન આપવું જરૂરી છે.
એબાયોટિક તણાવ : દાખલા તરીકે અત્યારે જે વિસ્તારમાં દુષ્કાળનો તણાવ (Drought Stress) જેવી પરિસ્થિતિ છે એટલે કે જ્યાં વરસાદની ઘટ છે ત્યાં જમીનમાં ભેજનું પ્રમાણ જોખમી સ્તરથી નીચે ગયું છે ત્યાં છોડ ટકી રહેવા માટે પોતાનો વિકાસ બંધ કરી દે છે. વિજ્ઞાન કહે છે કે મૂળ પાણી બચાવવા માટે ABA (એબ્સિઝિક એસિડ) સક્રિય કરે છે છોડ ટકી રહેવા માટે ઉત્પાદકતા ઘટી જાય છે . દુષ્કાળ એ માત્ર પાણીની અછત નથી તે ચયાપચયની ધીમી પ્રક્રિયા કરે છે. તમારો પાક માત્ર જીવતો રહેવા સંઘર્ષ કરી રહ્યો છે, ખીલી રહ્યો નથી.પૂરક પિયત આપવું જરૂરી છે .















