ખેડૂતો પોતાની મેળે અવનવા બિનખર્ચાળ પ્રયોગો અવિરત કરતા હોય છે. તેમાંય શાકભાજીના પાકમાં રોગ-જીવાતનું આક્રમણ થાય ત્યારે ત્વરિત પગલાં લેવા પડતાં હોય છે. સાવરકુંડલા તાલુકાના વણોટ ગામના શ્રી નાગજીભાઈ બચુભાઈ રાઠોડએ ટેટી અને તૂરિયાના પાકમાં ઇંગોરિયાના દ્રાવણનો સફળ પ્રયોગ કર્યો છે.
ખેડૂત અનુભવે જણાવે છે કે, ઇંગોરિયાનાં ૫૦થી ૬૦ ફળને ૪૦ લિટર પાણીમાં ૧૦ દિવસ સુધી રાખવાં. ત્યાર બાદ હલાવીને ૧૫ લિટરના એક પંપમાં ૨૫૦ મિલી દ્રાવણ લઈ ત્રણ-ત્રણ દિવસના અંતરે કુલ ચાર છંટકાવ કરવાથી કોકડવાનું નિયંત્રણ થાય છે અને નવી કૂંપળો રોગમુક્ત આવે છે.આ પદ્ધતિનો વિચાર કેવી રીતે આવ્યો તેવું પૂછતાં તેમણે કહ્યું કે, રીંગણી-મરચીના પાકમાં ફાલ વધારે બેસે તેના માટે પ્રોયગ કરતા હતા.

પ્રયોગ : સસ્તું કમ્પોસ્ટ ખાતર
મગનભાઈ હમીરભાઈ આહિર મુ. નિગાલ, તા. રાપર, જિ. કચ્છ-ભુજ મોબાઈલ . 9979319629 કહે છે કે મારો અનુભવ એવો છે કે જ મીનમાં સેન્દ્રિય કાર્બન વધારવાથી જમીન ફળદ્રુપ બને છે. આ માટે અમે















