aries agro

રીંગણામાં કોકડવાનો ઉપદ્રવ મોટી સમસ્યા છે. ખાસ કરીને ભેજવાળું કે વાદળછાયું વાતાવરણ હોય ત્યારે ચૂસિયા જીવાતના ઉપદ્રવ પછી કોકડવાની શરૂઆત થઈ જાય છે, જેમાં પાન કોકડાઈ જાય છ.નવા ફુટ અન ફૂલ આવવાનાં બંધ થઈ જાયછે. પાક લગભગ નિષ્ફળ જાય છે. આવી સમસ્યા ઉદભવે ત્યારે સિદ્ધપૂર તાલુકાના બીલિયા ગામના મૂકેશભાઈ રબારી કરેણ, આંકડો, ગૌમૂત્ર અને શેવાળનો ઉપયોગ કરે છે. ખેડૂતના અનુભવ મુજબ, અઢી કિલો આંકડાનાં પાન તથા અઢી કિલો કરેણના પાનને ઝીણાં વાટી દસ લિટર પાણીમાં ઉમેરી ધીમા તાપે દ્રાવણ અડધું થાય ત્યાર બાદ આ દ્રાવણને ઠંડું પડયે ગાળી લઈ તેમાં અઢી લીટર ગૌમૂત્ર અને એક કિલો દરિયાઈ શેવાળ ઉમેરવામાં આવે છે. આ દ્રાવણને ૨૪ કલાક રહેવા દીધા પછી ગાળી લઈ એક પંપમાં ૫૦૦ ગ્રામ મુજબ છંટકાવ કરવાથી રીંગણના કોકડાઈ ગયેલા છોડમાં નવી ફૂટ અને ફુલ આવે છે. આ પદ્ધતિ છ-છ દિવસના અંતરે ત્રણ વખત કરવાથી ખૂબ સારું પરિણામ મળે છે.
આ પદ્ધતિ સંશોધકે પોતાના ખેતરમાં અજમાવી છે. આસપાસના પડોશી ખેડૂતોને તેના પ્રયોગો બતાવેલા છે અને સૌએ તે જોઈને અજમાવવાની તૈયારી પણ બતાવી છે. આ પદ્ધતિમાં સાવચેતી એ જ રાખવા છે કે દરિયાઈ શોવાળને ઓછામાં ઓછા ૨૪ કલાક ભીંજવવાની છે, જેથી શેવાળનો અર્ક દ્રાવણમાં આવી જાય. દવાનો છંટકાવ વહેલી સવારે કરવાથી વધુ ફાયદો થાય છે. છંટકાવ કરતી વખતે છોડ પૂરેપૂરો ઉપરનીચે ભીંજાય જાય તે રીતે દવા છાંટવાની હોય છે. અમારા ગામના રમેશભાઈ અમથાભાઈ રબારી તથા હિતેશભાઈ રમેશભાઈ રબારીએ આ દવાનો ઉપયોગ કરી પરિણામો લીધેલા છે.
સંશોધક મુકેશભાઈ રબારી પાસે માત્ર પાંચ વિધા ટૂંકી જમીન છે, જેમાં મુખ્યત્વે શાકભાજી અને પશુઓ માટે લીલો ચારો ઉગાડે છે. માત્ર ત્રણ ધોરણ સુધી જ અભ્યાસ કરેલો છે ૩૨ વર્ષના મુકેશભાઈ અવનવું વાંચવાનો શોધ ધરાવે છે અને ખેતીમાં પ્રયોગો કરી ઓછા ખર્ચે સારી ખેતી કરવા તેઓ મથતા હોય છે. (૧૯(૪):૦૬

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

પ્રયોગ : સ્કૂલના થેલાનો ભાર ઊંચકવા માટેનો નવીન કીમિયો

શ્રી ઉદય રાજા (૫૪ વર્ષ)એ મદુરાઈ ખાતે સમાજશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓએ થોડા વર્ષો માટે એરફોર્સમાં નોકરી કરી અને સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. તેમણે એક અનોખી નોટબુક વિકસાવી જેનો

વધુ વાંચો....

રીંગણ : ડૂંખ અને ફળ કોરી ખાનારી ઇયળ

પાકની શરૂઆતની અવસ્થામાં નુકસાન પામેલ અને ચીમળાઇ ગયેલી ડૂંખોને ઇયળ સહીત તોડીને ઊંડો ખાડો કરી દાટી નાશ કરવાથી તેનો ઉપદ્રવ ઓછો કરી શકાય છે. ફેરરોપણીના એક મહિના બાદ ૪૦ ફેરોમોન ટ્રેપ/હેકટર પ્રમાણે

વધુ વાંચો....

જીવાત : રીંગણ ડૂંખ અને ફળ કોરી ખાનારી ઇયળ

ફેરરોપણીના એક મહિના બાદ ૪૦ ફેરોમોન ટ્રેપ/હે. પ્રમાણે સામૂહિક ધોરણે મુકવા . ક્લોરપાયરીફોસ ૨૦% ઇસી 30 મીલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫% એસજી 6 ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા સાયપરમેથ્રીન

વધુ વાંચો....

પ્રયોગ : સ્કૂલના થેલાનો ભાર ઊંચકવા માટેનો નવીન કીમિયો

શ્રી ઉદય રાજા (૫૪ વર્ષ)એ મદુરાઈ ખાતે સમાજશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓએ થોડા વર્ષો માટે એરફોર્સમાં નોકરી કરી અને સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. તેમણે એક અનોખી નોટબુક વિકસાવી જેનો

વધુ વાંચો....

પ્રયોગ: સોલાર ટ્રેક્ટર

નવીનભાઈ ગોરધનજીભાઈ માળી (મો. 9913482888)એ ખેતીકામ માટે એક નાનું સોલાર ટ્રેક્ટર બનાવ્યું છે. આ ટ્રેક્ટરથી ખેતીનાં કામો કરી શકાય છે, જે ડીઝલ પેટ્રોલની સાપેક્ષમાં ઓછું ખર્ચાળ છે. અહીં આજુબાજુની સોસાયટીમાં તરબૂચ વેચવા

વધુ વાંચો....

અનાજને સાચવે ખાખરાના પાન

કોઈ પણ પ્રકારના રસાયણોનો ઉપયોગ કર્યા વિના અનાજને સાચવવા માટે ખેડૂતો વિવિધ દેશી તરકીબો અજમાવતા હોય છે. જેમ કે, સૂકાં મરચાં, મીઠાના ગાંગડા, લીમડાનાં પાન અને ઘઉંનું કુવળ વગેરે… પણ કેટલીક મહિલાઓ

વધુ વાંચો....

સાંધાના દુઃખાવા માટે વનસ્પતિ

૪૦ વર્ષથી વધુ વયના મનુષ્યો માટે સાંધાનો દુખાવો એક સામાન્ય સમસ્યા છે. સાંધાનો દુખાવો સ્થિતિસ્થાપક મસલ્સ કઠણ થઈ જવાથી અથવા ઘૂંટણના સાંધામાં યુરિક એસિડનો ભરાવો થવાથી થતો હોય છે. ઓરિસ્સાના ગ્રામજનો સરગવાના

વધુ વાંચો....

કોકડવામાં ઇંગોરિયાનું દ્રાવણ

ખેડૂતો પોતાની મેળે અવનવા બિનખર્ચાળ પ્રયોગો અવિરત કરતા હોય છે. તેમાંય શાકભાજીના પાકમાં રોગ-જીવાતનું આક્રમણ થાય ત્યારે ત્વરિત પગલાં લેવા પડતાં હોય છે. સાવરકુંડલા તાલુકાના વણોટ ગામના શ્રી નાગજીભાઈ બચુભાઈ રાઠોડએ ટેટી

વધુ વાંચો....

પ્રયોગ : કપાસ ખાલાં પુરવાની ઉત્તમ પદ્ધતિ

ધણી વખત બીયારણનો ઉગાવો ધાર્યા પ્રમાણે થતો નથી. તેના કારણે ખેડૂત વાવણી કરે તે પછી ખાલાં પડતાં હોવાથી તે ખૂબ નિરાશા અનુભવતો હોય છે. તેનું મુખ્ય કારણ એ છે કે કપાસ જેવા

વધુ વાંચો....

પ્રયોગ : ભેલાણ અટકાવવા છાણામાં મરચાંનો ધુમાડો

બનાસકાંઠા જીલ્લામાં દિયોદર ગામે ખેડૂતો સાથેની એક ગોષ્ઠિ દરમિયાન ખબર પડી હતી કે, મરચાંનો બારિક ભૂકો ભૂંડ આવવાના રસ્તા ઉપર છાંટવાથી ભૂંડના નાકમાં તકલીફ થાય અને રસ્તો છોડી ભાગી જાય ! ખેડૂતોને

વધુ વાંચો....

પ્રયોગ : ગંધાતી સફેદમાખીના નિયંત્રણ માટે સફળ ઔષધિ

સફેદમાખીનું નિયંત્રણ કેવી રીતે કરવું ? આ સમસ્યાના ઉપચાર માટે મોડાસાના પ્રયોગશીલ ગ્રામસેવક શ્રી રજનીકાંત કે. પટેલે ગંધાતીના ઉપયોગ વડે નિયંત્રણ મેળવી સફળતા પ્રાપ્ત કરી છે.

વધુ વાંચો....

પ્રયોગ : બિલાનું જૈવ રસાયણ: પાકા બિલાની અંદરનો ગર્ભ

બિલાનું જૈવ રસાયણ ૩ કિલો, એક કિલો ગોળ, ૧૦ લિટર પાણી; આ તમામ સામગ્રીને એક કેરબામાં હવાચુસ્ત રીતે બંધ કરીને ૯૦ દિવસ માટે મૂકી દઈએ છીએ. શાકભાજીના પાકોમાં ૪૦થી ૪૫ દિવસ પછી

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks