aries agro

કોઈ પણ પ્રકારના રસાયણોનો ઉપયોગ કર્યા વિના અનાજને સાચવવા માટે ખેડૂતો વિવિધ દેશી તરકીબો અજમાવતા હોય છે. જેમ કે, સૂકાં મરચાં, મીઠાના ગાંગડા, લીમડાનાં પાન અને ઘઉંનું કુવળ વગેરે… પણ કેટલીક મહિલાઓ એવી હોય છે કે જે બીજાઓ કરતાં કંઈક અલગ પદ્ધતિઓ અજમાવી અનાજનો સંગ્રહ કરે છે.
સાબરકાંઠા જિલ્લાના સૂકાગ્રસ્ત એવા ભીલોડા તાલુકાના બામણા ગામનાં અરખીબહેન મીઠાભાઈ વણકર ખાખરા (Butea monosperma)ના સૂકા પાન નો ઉપયોગકરી અનાજને સાચવે છે. તેમના જણાવ્યા મુજબ; ભેજમુક્ત કોઠીના તળિયે ખાખરાનાં સૂકાં પાનનું પતરાળું બનાવી ત્રણથી ચાર પતરાળાં મૂકી અનાજ ભરવામાં આવે છે. ત્યાર બાદ દોઢ ફૂટ જેટલું અનાજ ભરી ફરી ખાખરાનાં સૂકાં પાન મૂકી અનાજ ભરીએ છીએ અને છેલ્લે ખાખરાનાં સૂકાં પાન મૂકી કોઠીને બંધ કરી દઈએ છીએ. આ પદ્ધતિ અજમાવવાથી અનાજમાં કોઈ પણ પ્રકારની જીવાત પડતી નથી. આ પદ્ધતિ અમે વર્ષોથી પરંપરાગત રીતે જ ઉપયોગ કરીએ છીએ,

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

સાંધાના દુઃખાવા માટે વનસ્પતિ

૪૦ વર્ષથી વધુ વયના મનુષ્યો માટે સાંધાનો દુખાવો એક સામાન્ય સમસ્યા છે. સાંધાનો દુખાવો સ્થિતિસ્થાપક મસલ્સ કઠણ થઈ જવાથી અથવા ઘૂંટણના સાંધામાં યુરિક એસિડનો ભરાવો થવાથી થતો હોય છે. ઓરિસ્સાના ગ્રામજનો સરગવાના

વધુ વાંચો....

કોકડવામાં ઇંગોરિયાનું દ્રાવણ

ખેડૂતો પોતાની મેળે અવનવા બિનખર્ચાળ પ્રયોગો અવિરત કરતા હોય છે. તેમાંય શાકભાજીના પાકમાં રોગ-જીવાતનું આક્રમણ થાય ત્યારે ત્વરિત પગલાં લેવા પડતાં હોય છે. સાવરકુંડલા તાલુકાના વણોટ ગામના શ્રી નાગજીભાઈ બચુભાઈ રાઠોડએ ટેટી

વધુ વાંચો....

પ્રયોગ : કપાસ ખાલાં પુરવાની ઉત્તમ પદ્ધતિ

ધણી વખત બીયારણનો ઉગાવો ધાર્યા પ્રમાણે થતો નથી. તેના કારણે ખેડૂત વાવણી કરે તે પછી ખાલાં પડતાં હોવાથી તે ખૂબ નિરાશા અનુભવતો હોય છે. તેનું મુખ્ય કારણ એ છે કે કપાસ જેવા

વધુ વાંચો....

પ્રયોગ : ભેલાણ અટકાવવા છાણામાં મરચાંનો ધુમાડો

બનાસકાંઠા જીલ્લામાં દિયોદર ગામે ખેડૂતો સાથેની એક ગોષ્ઠિ દરમિયાન ખબર પડી હતી કે, મરચાંનો બારિક ભૂકો ભૂંડ આવવાના રસ્તા ઉપર છાંટવાથી ભૂંડના નાકમાં તકલીફ થાય અને રસ્તો છોડી ભાગી જાય ! ખેડૂતોને

વધુ વાંચો....

પ્રયોગ : રીંગણામાં કોકડવા નિયંત્રણ કેમ કરવું?

રીંગણામાં કોકડવાનો ઉપદ્રવ મોટી સમસ્યા છે. ખાસ કરીને ભેજવાળું કે વાદળછાયું વાતાવરણ હોય ત્યારે ચૂસિયા જીવાતના ઉપદ્રવ પછી કોકડવાની શરૂઆત થઈ જાય છે, જેમાં પાન
કોકડાઈ જાય છ.નવા ફુટ અન ફૂલ

વધુ વાંચો....

પ્રયોગ : ગંધાતી સફેદમાખીના નિયંત્રણ માટે સફળ ઔષધિ

સફેદમાખીનું નિયંત્રણ કેવી રીતે કરવું ? આ સમસ્યાના ઉપચાર માટે મોડાસાના પ્રયોગશીલ ગ્રામસેવક શ્રી રજનીકાંત કે. પટેલે ગંધાતીના ઉપયોગ વડે નિયંત્રણ મેળવી સફળતા પ્રાપ્ત કરી છે.

વધુ વાંચો....

પ્રયોગ : સ્કૂલના થેલાનો ભાર ઊંચકવા માટેનો નવીન કીમિયો

શ્રી ઉદય રાજા (૫૪ વર્ષ)એ મદુરાઈ ખાતે સમાજશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓએ થોડા વર્ષો માટે એરફોર્સમાં નોકરી કરી અને સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. તેમણે એક અનોખી નોટબુક વિકસાવી જેનો

વધુ વાંચો....

પ્રયોગ: સોલાર ટ્રેક્ટર

નવીનભાઈ ગોરધનજીભાઈ માળી (મો. 9913482888)એ ખેતીકામ માટે એક નાનું સોલાર ટ્રેક્ટર બનાવ્યું છે. આ ટ્રેક્ટરથી ખેતીનાં કામો કરી શકાય છે, જે ડીઝલ પેટ્રોલની સાપેક્ષમાં ઓછું ખર્ચાળ છે. અહીં આજુબાજુની સોસાયટીમાં તરબૂચ વેચવા

વધુ વાંચો....

પ્રયોગ : બિલાનું જૈવ રસાયણ: પાકા બિલાની અંદરનો ગર્ભ

બિલાનું જૈવ રસાયણ ૩ કિલો, એક કિલો ગોળ, ૧૦ લિટર પાણી; આ તમામ સામગ્રીને એક કેરબામાં હવાચુસ્ત રીતે બંધ કરીને ૯૦ દિવસ માટે મૂકી દઈએ છીએ. શાકભાજીના પાકોમાં ૪૦થી ૪૫ દિવસ પછી

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks