
આજકાલ બાયો-સ્ટિમ્યુલન્ટ બજારમાં આવ્યા છે તે ખેડૂતોને ચોક્કસપણે ફાયદો કરાવી શકે પરંતુ તે કોઈ જાદુઈ લાકડી નથી. બાયો-સ્ટિમ્યુલન્ટ ખાતર કે જંતુનાશક નથી તે છોડની કુદરતી પ્રક્રિયા ઉત્તેજિત કરવાનું કામ કરે છે (જેમ કે સીવીડ એક્સટ્રેક્ટ, હ્યુમિક/ફુલવીક એસિડ, એમિનો એસિડ અથવા ઉપયોગી સૂક્ષ્મજીવાણુઓ). જે પ્રતિકૂળ હવામાન સામે રક્ષણ આપે . દુષ્કાળ, વધુ પડતી ગરમી, અતિવૃષ્ટિ કે જમીનમાં વધુ ક્ષાર હોય ત્યારે પાકને મદદ કરે છે. અને હા , જો જમીનમાં સેન્દ્રિય કાર્બન (ઓર્ગેનિક કાર્બન) ઓછો હોય કે પાયાની માવજત નબળી હોય, તો માત્ર મોંઘા બાયો-સ્ટિમ્યુલન્ટ છાંટવાથી ખાસ પરિણામ મળતું નથી. જો તમારા ખેતરની માટી જીવંત હશે અને યોગ્ય સમયે સચોટ ઉત્પાદન વાપરશો, તો તે ખેતી ખર્ચ સામે સારો નફો આપી શકે છે.


















