
બદલાતા હવામાનની, ગરમ થતી પૃથ્વીની ચિંતા સૌને અને સૌથી વધારે ખેડૂતોને છે.ખેડૂતે પોતાની ધરતીને ઢાંકી દેવા માટે પ્રયાસ કરવો પડશે. મ્લચીંગ કરવું પડશે નહીંતર આ ગરમી તેની માટીનો સેન્દ્રીય કાર્બન બાળી નાખશે તો પાક ઉત્પાદન ઘટશે. આપણા શરીરનું તાપમાન એક ડિગ્રી પણ વધારે થઈ જાય તો કહીએ છીએ કે તાવ આવી ગયો તેવી જ રીતે પૃથ્વીનું ગરમ થવું એ પૃથ્વીનો તાવ છે. આનો ઉપાય સમય રહેતા કરવો જરૂરી છે.પર્યાવરણનું સંકટ વાસ્તવિક છે અને આની સામે નકલી હથિયારોથી, નકલી તહેવારોથી લડી શકાશે નહીં. આના માટે વાસ્તવિક તૈયારી કરવી પડશે.ધરતી કા બુખાર નામનો એક લેખ 2009માં કવિશ્રી અનુપમ મિશ્રનો વાંચેલો તે વિચારબીજના આધારે . અનુપમજીનો આભાર.

















