
અત્યાધુનિક વિજ્ઞાને અલનીનો શબ્દને જોડ્યો છે પ્રશાંત મહાસાગર સાથે. ધરતી જરા અમથી ગરમ કે ઠંડી થાય છે તો પ્રશાંત મહાસાગર એટલો મોટો છે છતાં આ ગરમીની અસર તેના પાણી પર એટલી પડે છે કે એક આંગળ સપાટી જો એક અંશ ગરમ થઈ ગઈ તો તેનાથી નીકળેલી જે વરાળ છે, તેનાથી જે વાદળ બનશે, તે આપણા અનુમાનને બગાડી દેશે . તેથી આપણે એ માનીને ચાલીએ કે આપણું વિજ્ઞાન પણ અલનીનો જ છે. મતલબ નાનું બાળક છે. આપણું હવામાન વિજ્ઞાન હજુ પણ કિશોર કે પુખ્ત નથી થઈ શક્યું. તે હજુ ઘૂંટણિયે ચાલી રહ્યું છે.


















