aries agro

પરંપરાગત શિક્ષકો વગર ચાલતી શાળાનો સમય હવે આવી ગયો છે. મેસેચ્યુસેટ્સના બોસ્ટન સ્થિત આલ્ફા સ્કૂલમાં આપનું સ્વાગત છે, જે આ જ શૈક્ષણિક સત્રથી શરૂ થવા જઈ રહી છે. ‘આલ્ફા’ નામ જાણ જોઈનેને પસંદ કરવામાં આવ્યું છે, જેથી તે સ્કૂલના મુખ્ય વિદ્યાર્થી વર્ગને દર્શાવે, જે 2010 થી 2024 વચ્ચે જન્મેલી ‘જનરેશન આલ્ફા’નો ભાગ છે. પ્રથમવાર સ્કૂલમાં પ્રવેશી રહેલા આ બાળકોને ઇતિહાસની સૌથી ડિજિટલ રીતે કુશળ પેઢી માનવામાં આવે છે. તેમના પછી આવશે ‘જનરેશન-બીટા’ (2025-2039 વચ્ચે જન્મેલા), જેમને એવી દુનિયામાં જીવવાનું માનવામાં આવે છે જ્યાં એઆઈ રોજિંદા જીવનનો અભિન્ન હિસ્સો હશે.

જો તમે વિચારી રહ્યા હો કે આવી સ્કૂલમાં સામાન્ય દિવસ કેવો હોય છે, તો પેન્સિલ છોલવી, રબર ખોવાઈ જવાની કે શિક્ષકની વાત સાંભળવાની ચિંતા છોડો. અહીં દરેક વિદ્યાર્થી પાસે પોતાનું લેપટોપ છે, જેમાં ડેડિકેટેડ એઆઈ ટ્યુટર હોય છે. અભ્યાસ દરેક વિદ્યાર્થીની પોતાની ગતિ અને સ્તર મુજબ થાય છે, જ્યાં પરંપરાગત શિક્ષકના બદલે ‘ગાઇડ્સ’ હોય છે. આ ગાઇડ્સ શીખવાડવા કરતા વિદ્યાર્થીઓની પ્રગતિ પર નજર રાખે છે. બોસ્ટનના કેમ્બ્રિજ સ્ટ્રીટ પર સ્કૂલની પ્રથમ બ્રાન્ચ કિન્ડરગાર્ટનથી 8મા સુધીના 25 વિદ્યાર્થીના નાના જૂથથી શરૂ થશે. આવતા વર્ષે ક્ષમતા 50 સુધી વધારવાની યોજના છે. ફી વર્ષદીઠ 55,000 ડૉલર રહેશે.
બોસ્ટન સ્કૂલ સમિતિએ હજી આ પ્રસ્તાવને સત્તાવાર મંજૂરી આપી નથી અને પ્રશ્નો ઉઠાવ્યા છે કે શું આ મોડલ સામાન્ય વિદ્યાર્થીઓની જરૂરિયાતોને અસરકારક રીતે પૂરી કરી શકે છે કે નહીં. જોકે ઘણા લોકોનું માનવું છે કે અંતે સમિતિ મંજૂરી આપી દેશે, કારણ કે આ કાર્યક્રમને ટ્રમ્પ વહીવટી તંત્રનું મજબૂત સમર્થન છે.

બાળકોને આ શિક્ષક-રહિત સ્કૂલમાં દાખલ કરવા ઇચ્છતા માતા-પિતાનું કહેવું છે કે ‘આલ્ફા મોડલ’માં બાળકો પરંપરાગત સંસ્થાઓની સરખામણીમાં ઘણી ઝડપથી અભ્યાસ પૂર્ણ કરી શકે છે. તેઓ આ સિસ્ટમને સેલ્ફ-પેસ્ડ કહે છે, જે બાળકોને તેમના બુદ્ધિ સ્તર અનુસાર શીખવે છે. આ પદ્ધતિ બાળકોને અન્ય વિદ્યાર્થીઓ સાથે નહીં પરંતુ પોતાની જ અગાઉની શ્રેષ્ઠ કામગીરી સાથે સ્પર્ધા કરવા પ્રેરિત કરે છે. સમર્થકોનો દાવો છે કે આથી ‘સેલ્ફ-ડાયરેક્શન’ અને ‘રેઝિલિયન્સ’ જેવા જીવન કૌશલ્યો વિકસે છે.

આ નવા માળખામાં ‘શિક્ષક’ એટલે એઆઈ, જેને દરેક વિદ્યાર્થીની જરૂરિયાત મુજબ કસ્ટમાઇઝ કરવામાં આવ્યું છે. આ વિચાર એ પરંપરાગત માન્યતાને પડકાર આપે છે કે શીખવા માટે માનવીય શિક્ષક જરૂરી છે. તેના બદલે વિચાર એ છે કે બાળકો પોતાની શિક્ષણયાત્રાના પ્રોત્સાહક નેતા બની શકે છે. વિદ્યાર્થીઓ ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન માટે વિશેષ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે, જ્યારે રૂમમાં રહેલા ગાઇડ્સ માટે પરંપરાગત શૈક્ષણિક લાયકાત જરૂરી નથી. આ અનોખી પદ્ધતિ છતાં, સ્કૂલ રાજ્યના કરિકુલમ ફ્રેમવર્કનું પાલન કરે છે અને જરૂર પડે તો વ્યક્તિગત જરૂરિયાત માટે રીડિંગ સ્પેશિયાલિસ્ટ જેવા સ્ટાફ પણ નિયુક્ત કરે છે.

આશરે આ વ્યવસ્થાનો સૌથી વિશેષ પાસું એ છે કે એઆઈ દરેક બાળકને વ્યક્તિગત રીતે પડકાર આપે છે. હવે આખા વર્ગ કક્ષાએ એક સાથે એક જ અસાઈનમેન્ટ કરવાનું નથી. કે કોણ પહેલા પૂરું કરે તેની હોડ નથી. તેના બદલે સોફ્ટવેર દરેક વિદ્યાર્થી મુજબ પોતાને ઢાળે છે. જોકે કેટલાક માતા-પિતા સ્ક્રીન ટાઇમ વધવા અંગે ચિંતા વ્યક્ત કરે છે, પરંતુ ઘણીવાર તેઓ બિનઉદ્દેશ્યપૂર્ણ સોશિયલ મીડિયા ઉપયોગ અને નિયંત્રિત શૈક્ષણિક કામ વચ્ચેનો તફાવત સમજીને સંતોષ પામે છે. સ્કૂલનું કહેવું છે કે એઆઈની મદદથી વિદ્યાર્થીઓ દિવસનું સમગ્ર શૈક્ષણિક કામ માત્ર 2 કલાકમાં પૂર્ણ કરી શકે છે, જેથી દિવસનો મોટો ભાગ શારીરિક શિક્ષણ અને અન્ય સહ-પાઠ્ય પ્રવૃત્તિઓ માટે બચી રહે છે. દીર્ઘકાલીન અસર અંગે પ્રશ્નો હોવા છતાં, હાલ એટલું સ્પષ્ટ છે કે સ્કૂલી શિક્ષણનો નવો યુગ શરૂ થઈ ગયો છે.

ફંડા એ છે કે, આપણને એવી જિંદગી માટે તૈયાર થવું પડશે, જ્યાં ટેક્નોલોજી માનવીય અનુભવમાં મોટી ભૂમિકા ભજવશે. જેમ જેમ પરંપરાગત માળખું બદલાઈ રહ્યું છે, તેમ લાગે છે કે પરિવારમાં શિક્ષણ એ પ્રથમ મહત્ત્વપૂર્ણ સ્તંભ છે, જે સંપૂર્ણ રીતે બદલાવાની દિશામાં છે.

સાભાર : દિવ્યભાસ્કર,
એન. રઘુરામન.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

લસણની લણણી

લસણ નો પાક ૧૩૦ થી ૧૩૫ દિવસે તૈયાર થાય છે. લસણનો પાક ઉપરના ભાગોથી પીળા કલરનો કે બજરીયા કલરનો થાય અને સુકાય જાય એટલે પાક લણણી માટે તૈયાર થઈ ગયો એમ કહેવાય.

વધુ વાંચો....

શું જમીનમાં વધુ ખાતર નાખવાથી છોડનો વિકાસ વધુ સારો થશે?

શું માત્ર ખાતર નાખવું પૂરતું છે ? આપણે એવું વિચારીએ છીએ કે જમીનમાં વધુ ખાતર નાખવાથી છોડનો વિકાસ વધુ સારો થશે, પણ હંમેશા એવું હોતું નથી. તમે જમીનમાં જે ખાતર નાખો છો

વધુ વાંચો....

ખારેકની ખેતી ટીસ્યુ કલ્ચરના રોપા દ્વારા કેમ ?

અમુક વૃક્ષોમાં નરફૂલો અને માદાફૂલો એમ અલગ અલગ હોય છે. જ્યારે ખારેકના વૃક્ષમાં આખે આખા વૃક્ષો જ જોજોબાની જેમ નર અને માદાના અલગ અલગ હોય છે. બન્ને વૃક્ષો થડિયે, પાંદડે, રંગે, દેખાવે

વધુ વાંચો....

હળદર ઉપચાર (કયોરિંગ)ની પરંપરાગત પદ્ધતિ

ઉપચારની પરંપરાગત પદ્ધતિમાં, સાફ કરેલા રાઇઝોમ્સને જ્યાં સુધી સંપૂર્ણ ડૂબે નહિ ત્યાં સુધી પાણી નાખીને ઉકાળવાની શરૂઆત કરવામાં આવે છે. જ્યારે થોડી તદ્દન અલગ પ્રકારની સુગંધ આવે અને સફેદ ફીણ આવવા લાગે

વધુ વાંચો....

વૃક્ષોમાં કેળવણી પ્રક્રિયા એ શું છે ?

વૃક્ષના રોપા કે કલમને જમીનમાં રોપણી કર્યા પછી તે યોગ્ય રીતે વધે, વિકસે, ઉંચું જાય અને વ્યવસ્થિત ઘટા બંધાય તે માટેની ખેડૂતો તરફથી રખાતી તકેદારીને ‘ કેળવણી ’ કહેવાય. ઝાડનું થડ નમી

વધુ વાંચો....

બ્રોકલીની ખેતી માટે જમીનની જરૂરીયાત 

બ્રોકલી ને બધા જ પ્રકારની જમીન માફ્ક આવે છે તેમ છતાં ફ્ળદ્રુપ, સારા નિતારવાળી અને પાણીનો ભરાવો ન થાય તેવી રેતાળ ગોરાડુ અને બેસર જમીન વધારે માફક આવે છે. જમીનનો પીએચ ૬-૭

વધુ વાંચો....

લસણની રોપણી, રોપણી અંતર અને બીજનો દર

લસણનું ઉત્પાદન રોપાણ જગ્યા અને જાત પર આધાર રાખે છે, સામાન્ય રીતે બે ચાસ વચ્ચે ૧૦ સે.મી. અને હારમાં બે છોડ વચ્ચે ૭.૫ સે.મી. નું અંતર રાખી રોપણી કરવી, અંતર ઓછું રાખવાથી

વધુ વાંચો....

ગુજરાતનો પ્રખ્યાત એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

આ મહિનાની એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૧- ૧૨- ૧૩ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો છે. આ એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં વિદેશની કંપનીના સ્ટોલ, કૃષિ મશીનરી, ટ્રેક્ટરો, હાર્વેસ્ટરો, રોટાવેટર, ડ્રીપ

વધુ વાંચો....

આજથી શરુ થતા એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

ગાંધીનગરના મેળામાં દેશ વિદેશની કંપનીઓ, સંસ્થાઓ, એનજીઓ ભાગ લે છે તેમાં ખાસ જવું જોઈએ. આજથી પ્રારંભ થતો એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૧- ૧૨- ૧૩ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks