aries agro

બીજી અને ખૂબ જ અગત્યની નવી ટેકનીક છે છોડને ટેકો આપવાની જેને સ્ટેકીંગ કહે છે આમાં છોડને સહારો આપવામાં આવે છે જેનો ખૂબ મોટો ફાયદો થાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ટેકા આપવાથી મરચીની ખેતીમાં 20 થી 25% નો ફાયદો મળે છે સ્ટેકીંગ એટલે કે ટેકો આપવામાં થતો ખર્ચ એક જ સિઝનમાં વળતર મળી જાય છે

| સ્ટેકીંગ – ટેકો આપવાથી ફાયદો

  • ઝાપટ વાળા પવન સાથેના વધુ વરસાદ વખતે છોડ નમી પડતા નથી કે હલી હલીને જમીનમાં કોન આકારનો ખાડા પડતા નથી તેથી ફાઈટોપ્થોરા નામના રોગ આવવાની શક્યતા ઘટી જાય છે
  • છોડ બાંધવાથી ડાળી, પાંદડા અને ફળો જમીનને અડકતા નથી એટલે છોડ ઘણા ફૂગના રોગોથી બચે છે
  • ટેકો આપવાથી વધુ ઉપજ આપતી જાતોમાં ખૂબ ફાલ લાગવા છતાં ડાળી ભાંગતી નથી
  • ટેકો આપવાથી હાર થી હાર વચ્ચે જગ્યા રહેતા ખેતી કાર્યોમાં સરળતા રહે છે અને રોગ જીવાતનું નિયંત્રણ કરવામાં મદદ મળે છે
  • ટેકો આપવાથી છોડ ટટ્ટાર રહેતા ફાલ, ફુલ વધે છે અને ફળની ગુણવત્તા સારી મળે છે વીણાટમાં ખુબ સરળતા રહે છે
  • ટેકો આપવાથી છોડને પૂરતો સૂર્યપ્રકાશ મળતા છોડમાં રોગ ઓછા લાગે છે

| ટેકો આપવાની પદ્ધતિ

ટેકો આપવો એટલે આપણને ખબર છે કે ટમેટા જેવા પાકોમાં ટેલીફોન પદ્ધતિમાં દરેક હારમાં નિશ્ચિત અંતરે લાકડા ખોડીને અને આ લાકડા સાથે તાર બાંધવામાં આવે છે ઘણીવાર અલગ અલગ ઊંચાઈએ બે તાર બાંધીને તાણીયા ખેંચીને તે તાર ઉપર છોડને દોરી – સુતળી કે કપડાં દ્વારા બાંધવામાં આવે છે. આ પદ્ધતિને ટેલીફોન પદ્ધતિ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં તેને સ્ટેકીંગ કહેવાય છે. આપણે તેને મરચાના છોડને ટેકો આપવાની પદ્ધતિ કહીશું. આ માટે મરચાની હારમાં ચારથી છ ફૂટ ઊંચી મજબૂત વાંસ કે લાકડી જોઈએ. તેને 10 થી 15 અંતરે જમીનમાં ખોડવામાં આવે છે. ખોડતી વખતે લાકડાની (છ થી ૧૨ ઇંચ) નીચેના ભાગને બળેલા ઓઇલમાં બોળીને જમીનમાં ખોડવા જોઈએ. અંદાજે એક એકરમાં ૮૦૦ થી ૯૦૦ વાંસ જોઈએ. લાકડા કે વાંસ સાથે બાંધવા માટે 30 થી 40 કિલોગ્રામ તાર જોઈએ છે પહેલો તાર જમીનથી એક ફૂટ અને બીજો તાર જમીનથી દોઢથી બે ફૂટની ઊંચાઈએ બાંધીને બંને તરફ તાણીયાથી ટાઇટ કરી એકદમ ટાઈટ બાંધવા જોઈએ.

મરચીના છોડનો જેમ જેમ વિકાસ થાય તેમ તેમ તેની ડાળીને આ તાર સાથે કપડાના લીરા, સુતળી, દોરીથી બાંધતા રહેવું જોઈએ. છોડને આ રીતે બાંધતા રહેવાથી ઝાપટ વાળો વરસાદ કે પવનના ઝટકાથી છોડ મૂળમાંથી હલી જતા નથી અને ઘણી વખત છોડ હલી હલીને જમીન અને છોડ વચ્ચે કોન આકારનો ખાડો પડી જતો હોય છે અને વરસાદનું પાણી આ કોનમાં ભરાતા ત્યાંથી ફૂગના રોગો લાગી જતા હોય છે જ્યાં એસિડિક જમીન હોય અથવા ચીકણી માટી હોય ત્યાં આવું થવાથી ફાઈટોપ્થોરા સુકારો લાગતો હોય છે.

ટેકો આપો, વધુ ઉત્પાદન મેળવો.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

લસણની લણણી

લસણ નો પાક ૧૩૦ થી ૧૩૫ દિવસે તૈયાર થાય છે. લસણનો પાક ઉપરના ભાગોથી પીળા કલરનો કે બજરીયા કલરનો થાય અને સુકાય જાય એટલે પાક લણણી માટે તૈયાર થઈ ગયો એમ કહેવાય.

વધુ વાંચો....

શું જમીનમાં વધુ ખાતર નાખવાથી છોડનો વિકાસ વધુ સારો થશે?

શું માત્ર ખાતર નાખવું પૂરતું છે ? આપણે એવું વિચારીએ છીએ કે જમીનમાં વધુ ખાતર નાખવાથી છોડનો વિકાસ વધુ સારો થશે, પણ હંમેશા એવું હોતું નથી. તમે જમીનમાં જે ખાતર નાખો છો

વધુ વાંચો....

ખારેકની ખેતી ટીસ્યુ કલ્ચરના રોપા દ્વારા કેમ ?

અમુક વૃક્ષોમાં નરફૂલો અને માદાફૂલો એમ અલગ અલગ હોય છે. જ્યારે ખારેકના વૃક્ષમાં આખે આખા વૃક્ષો જ જોજોબાની જેમ નર અને માદાના અલગ અલગ હોય છે. બન્ને વૃક્ષો થડિયે, પાંદડે, રંગે, દેખાવે

વધુ વાંચો....

હળદર ઉપચાર (કયોરિંગ)ની પરંપરાગત પદ્ધતિ

ઉપચારની પરંપરાગત પદ્ધતિમાં, સાફ કરેલા રાઇઝોમ્સને જ્યાં સુધી સંપૂર્ણ ડૂબે નહિ ત્યાં સુધી પાણી નાખીને ઉકાળવાની શરૂઆત કરવામાં આવે છે. જ્યારે થોડી તદ્દન અલગ પ્રકારની સુગંધ આવે અને સફેદ ફીણ આવવા લાગે

વધુ વાંચો....

વૃક્ષોમાં કેળવણી પ્રક્રિયા એ શું છે ?

વૃક્ષના રોપા કે કલમને જમીનમાં રોપણી કર્યા પછી તે યોગ્ય રીતે વધે, વિકસે, ઉંચું જાય અને વ્યવસ્થિત ઘટા બંધાય તે માટેની ખેડૂતો તરફથી રખાતી તકેદારીને ‘ કેળવણી ’ કહેવાય. ઝાડનું થડ નમી

વધુ વાંચો....

બ્રોકલીની ખેતી માટે જમીનની જરૂરીયાત 

બ્રોકલી ને બધા જ પ્રકારની જમીન માફ્ક આવે છે તેમ છતાં ફ્ળદ્રુપ, સારા નિતારવાળી અને પાણીનો ભરાવો ન થાય તેવી રેતાળ ગોરાડુ અને બેસર જમીન વધારે માફક આવે છે. જમીનનો પીએચ ૬-૭

વધુ વાંચો....

લસણની રોપણી, રોપણી અંતર અને બીજનો દર

લસણનું ઉત્પાદન રોપાણ જગ્યા અને જાત પર આધાર રાખે છે, સામાન્ય રીતે બે ચાસ વચ્ચે ૧૦ સે.મી. અને હારમાં બે છોડ વચ્ચે ૭.૫ સે.મી. નું અંતર રાખી રોપણી કરવી, અંતર ઓછું રાખવાથી

વધુ વાંચો....

ગુજરાતનો પ્રખ્યાત એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

આ મહિનાની એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૧- ૧૨- ૧૩ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો છે. આ એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં વિદેશની કંપનીના સ્ટોલ, કૃષિ મશીનરી, ટ્રેક્ટરો, હાર્વેસ્ટરો, રોટાવેટર, ડ્રીપ

વધુ વાંચો....

આજથી શરુ થતા એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

ગાંધીનગરના મેળામાં દેશ વિદેશની કંપનીઓ, સંસ્થાઓ, એનજીઓ ભાગ લે છે તેમાં ખાસ જવું જોઈએ. આજથી પ્રારંભ થતો એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૧- ૧૨- ૧૩ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks