
વધુ વરસાદ પછી સુકારાની અસર પામેલ છોડની ફરતે ૩% પોટેશિયમ નાઈટ્રેટ અથવા 1 % યુરીયાના દ્રાવણ રેડવુ આ માવજત ખેતરમાં સુકારાની શરૂઆતના ૧૨ કલાકમાં જ કરવી. ૨% ડીએપી + ૧% KCl (પોટાશ ખાતરો) નું પાન પર છંટકાવ કરવો. પુષ્પ/કળી/વિકાસશીલ ફળોના ને નિયંત્રિત કરવા માટે ૪૦ppm NAA નો છંટકાવ કરવો. પ્રકાશસંશ્લેષણની પ્રવૃત્તિ વધારવા માટે ૦.૫ ppm બ્રાસિનોલાઈડનો છંટકાવ કરવો. માઈકોરાઈઝા + ટ્રાઇકોડર્મા હારર્ઝિનીયમનું ડ્રેન્ચિંગ કરવું. તણાવના ગંભીર અવસ્થાઓ દરમિયાન ૦.૩% બોરિક એસિડ + ૦.૫% ઝીંક સલ્ફેટ + ૦.૫% ફેરસ સલ્ફેટ + ૧% યૂરિયાનો પાન પર છંટકાવ કરવો. અસરગ્રસ્ત ખેતરમાં ફુગ જન્ય રોગો અટકાવવા ફુગનાશક કાર્બેન્ડાઝીમ દવા નું દ્રાવણ છોડની ફરતે રેડવુ. આ પાનું તમારા મોબાઈલમાં સાચવી રાખજો .આવતા અંકે મરચીના રોગની બાકીની વાત.















