ડુંગળીમાં ખાતર કેટલું નાખવું ફેરરોપણી પહેલાં હૈક્ટર દીઠ ૧૦-૧૨ ટન જેટલું દેશી સારું ગળતિયું ખાતર નાખવું તેમજ હૈક્ટરે ૩૭.૫ ક્લાો નાઈટ્રોજન, ૬૦ કિલો ફોસ્ફરસ, ૫૦ કિલો જેટલું પોટાશ પાયાના ખાતર તરીકે ઉમેરવું. (૧૩૦ ક્લો ડીએપી, ૩૧ કિલો યુરિયા અને ૮૩ ક્લો મ્યુરેટ ઓફ પોટાશ) ત્યાર બાદ ફેરરોપણીના ૩૦ દિવસ બાદ બાકી રહેલ ૩૭.૫ ક્લો નાઈટ્રોજન એમોનિયમ સલ્ફેટ (૧૮૮ કિલો )ના રૂપમાં આપવું. કંદની સારી ગુણવત્તા અને વધુ ઉત્પાદન માટે ગંધક તત્ત્વ જીપ્સમના સ્વરૂપમાં અથવા ૨૦-૨૫ ક્લિો એલિમેન્ટલ સલ્ફર ફેરરોપણી સમયે પાયામાં આપવું. જમીનમાં ખાતર નાખતાં પહેલાં જમીનનું પૃથક્કરણ કરાવવું ખૂબ અગત્યનું છે અને તેના આધારે ખાતરનો ઉપયોગ કરવા ભલામણ છે. હાલના સમયમાં ઘણા બધા જૈવિક ખાતર બજારમાં ઉપલબ્ધ હોઈ તેનો ઉપયોગ કરીને પણ રાસાયણિક ખાતરના વપરાશને ઓછો કરી શકાય છે.

જીરુંની ખેતી : જીરુંના પાકની વૈજ્ઞાનિક ખેતી
જીરૂ એ ટુંકા ગાળાનો તથા છીછરા મુળ વાળો પાક હોઇ સામાન્ય રીતે દર વર્ષ છાણિયું ખાતર આપવાની જરૂરિયાત નથી. છતાં વધારે રેતાળ જમીન કે જ્યા


























