
કપાસ ઉગાડતા ખેડૂતો ધ્યાન આપે ઓકટોબર મહિનાની ઠંડી પડવાથી આપણી ખેતીમાં આપણે શું ધ્યાન રાખવું ? ભૂરપવનની શરૂઆત થશે એટલે કે રાત્રીનું તાપમાન જેમ જેમ નીચું જતું જશે તેમ તેમ અમુક જીવાત ઓછી થશે તો ગુલાબી ઈયળના કોશેતા જે જમીનમાં પડ્યા છે તે આળસ મરડીને ફૂદામાં પરિવર્તિત થઇને નર માદાના સંયોજન પછી કુણા કુણા કપાસ કે જ્યાં બંને પાટલામાં વધુ પિયત થાય કે, જ્યાં યુરીયાનો વપરાશ વધુ છે ત્યાં માદા ફૂદા ઈંડા મુકશે અને જો વાર લગાડી તો નવો ફાલ બધો ગુલાબી ની ઝપટમાં આવી જશે. તો આજે જ ફેરોમોન ત્રેપ વીઘે ૨ થી ૩ લગાડો અને ખેતરમાં આંટો મારો, જાગતા રહેવાનો સમય છે એટલું જાણજો.


























