
આપણી ખેતીમાં ઘણા રોગો અટકાવવા ખેતરના શેઢે બોર્ડ મારવું પડશે કે પ્રવેશ નિષેધ . ખેતીમાં વપરાતા મોટા મશીનો (ટ્રેક્ટરના ટાયર, હળ) ને ખેતરમાં પ્રવેશતા પહેલા અને કામ પૂરું થયા પછી સાફ કરવા પડશે .હવે પાકની ફેરબદલી (Crop Rotation) કરવી પડશે .એક જ જગ્યાએ વારંવાર ટામેટા કે મરચાં ન વાવો. પાકની ફેરબદલી કરવાથી માટીમાં રહેલા રોગકારક જીવાણુઓનું જીવનચક્ર તૂટે છે. ખુલ્લા ખેતર માટે પ્રવેશ નિયંત્રિત કરો, ખેતરમાં બહારની વ્યક્તિઓ કે પશુઓનો પ્રવેશ હવે નહિ. ચાલો પાણી પહેલાં પાળ બાંધીયે.






















