નાનેથી મોટા સૌની દોટ આજે દોમ દોમ સાહ્યબી વાળી – આર્થિક સદ્ધરતા બાજુની રહી છે. શહેરમાં દેખાતી સુવિધાઓ, ગામડાંના ખેડૂતને ભોગવવાનું ક્યારેક મન થઈ આવે તો તે કંઈ ગુનો થોડો છે
ખેતી પાયાનો ધંધો છે, માણસોના પેટમાં પધરાવવાની ચીજો પકાવતો વ્યવસાય છે. જે કરવું ઘટે તે બધું કરીને પણ તેને ટકાવવો જોઈએ, વિકસાવવો જોઈએ; અને એને માનભેર ખેડૂતો સ્વીકારે, ચાલુ રાખે અને રસથી નભાવે, સંભાળનારના માન-મરતબો જળવાય અને આર્થિક રીતે અન્ય ધંધાથી પાછળ ન રહે તેવી પરિસ્થિતિ ઉભી કરવાની જવાબદારી આખા સમાજની આપણા બધાની છે.આ વાત વાંચીને થાય છે કે ત્યારે કરશું શું ?


























