જે વ્યવસાયમાં કાચો માલ જ મોંઘો હોય એની પડતર નીચી આવે કૅમ ? જમીનમાં કસ ઉમેરણનાં ખાતરો મોંઘાં, છોડવાઓને નરવ્યા કરવાની દવાઓ મોંઘી, પાણી ખેંચવા વપરાતી વીજળીનાં બીલ મોંઘાં, અરે ! ટ્રેક્ટર વગેરે ખેત યંત્રો ચલાવવાના ઇંધણની મોંઘાઈની તો વાત જ કરવાની નહીં ! અને અધૂરામાં પૂરું હવે તો ખેતીકામમાં મદદ કરનારા મજૂરો થઈ ગયા સૌથી મોંઘા ! સોંઘો હોય તો માત્ર એક ખેડૂત અને બીજો એણે પકવેલો માલ ! બોલો કરશું શું ?
આ વાત વાંચીને થાય છે કે ત્યારે કરશું શું ?ખેતી નબળી થવાના સમાજ-સર્જિત કારણો , આવતી કાલે