
ખેતી પાકોમાં નુકશાન કરતી જીવાતો, રોગ અને નીંદણના નિયંત્રણ માટે વિવિધ રાસયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આવા જંતુનાશક રસાયણોની અસરકારકતાનો આધાર કંઈ દવા, કયારે, કેટલા પ્રમાણમાં, કેવી રીતે અને કંઈ પરિસ્થિતિમાં વાપરેલ છે તેના ઉપર રહેલો હોય છે. સૌ પ્રથમ તો પાકમાં જે નુકશાન જોવા મળે તો તે નુકશાન જીવાતથી થયેલ છે કે કોઈ રોગના ચિહ્નો છે તે નક્કી કરો અને તેને અનુરૂપ યોગ્ય જંતુનાશક રસાયણની પસંદગી કરો. નિયંત્રણ માટે યોગ્ય રસાયણનો ઉપયોગ સમાજ પૂર્વક કરવો જરૂરી બની ગયો છે.























