થ્રિપ્સ નામની હઠીલી જીવાત માટે આપણે ખુબ દવાઓ છાંટવા છતાં કાબુ આવતો નથી તે જગ જાહેર વાત છે ત્યારે થ્રિપ્સના જીવનચક્રને સમજવું જોઈએ અને લેબલ થયેલા પાકમાં સારી કંપનીના બ્રાન્ડેડ જંતુનાશકોનો ઉપયોગ કરવો જોઈએ એકને એક દવા છાંટવાને બદલે દવાનું ઝેર બદલતું રહેવું જોઈએ હાલમાં બઝારમાં ઉપલબ્ધ થ્રિપ્સ માટેની દવાના ટેક્નિકલની યાદી નોંધી રાખો એબામેક્ટિન, સ્પીનોસાડ, સાયન્ટ્રાનીલીપ્રોલ, સ્પાયરોટેટ્રામેટ, સ્પીન્ટોરમ, ડાયનેટોફયુરાન, ટેલફેનપાયરાઇડ વગેરે.