
ટામેટા, તરબૂચ અને કોબીજ જેવા પાકોમાં ફળ કે દડો ફાટી જવો એ એક સામાન્ય સમસ્યા છે. ઘણા ખેડૂતો માને છે કે આ કોઈ રોગને કારણે અથવા બીજને કારણે થાય છે, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં આ એક તાપમાન અને (Physiological) સમસ્યા છે, યાદ રાખો કે તે પાણી, પોષક તત્વો અથવા તાપમાનમાં અચાનક આવતા ફેરફારો સાથે સંબંધિત છે. જ્યારે છોડ લાંબા સમય સુધી પિયત મળ્યું નથી અને પછી અચાનક ભારે વરસાદ અથવા વધુ પડતી પિયત (સિંચાઈ) અપાય જાય છે, ત્યારે તેઓ ખૂબ જ ઝડપથી પાણી શોષી લે છે. ફળનો અંદરનો ભાગ તેની બહારની છાલ કરતા વધુ ઝડપથી વિસ્તરે છે, અને છાલ પૂરતી ખેંચાઈ શકતી નથી — જેના પરિણામે ફળમાં તિરાડો પડે છે અથવા તે ફાટી જાય છે. અને તેને લીધે ખેડૂતોને આર્થિક નુકસાન થાય છે.























