

કરાર આધારીત ખેતી એટલે એવી પધ્ધતિ કે જેમાં પાકની જાત, ઉત્પાદનનો જથ્થો ગુણવત્તા અને ભાવ બાબતે વાવેતર પહેલા ખેડૂત અને ઉત્પાદક કંપની વચ્ચે લેખિતમાં કરાર કરવામાં આવે છે. આ ત્રિ-પક્ષીય કરાર છે જેમાં સ્થાનિક માર્કેટયાર્ડનો પણ સમાવેશ થાય છે જેનું મુખ્ય કાર્ય સુવિધા પુરી પાડવાનું અને તકરાર નિવારન્નનું છે. લેખિત કરારને ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડની કચેરીમાં નોંધણી કરાવવાથી તે કાયદેસર બને છે.























