
જેમ શેરબજાર વાળો વેપારી શેર બઝારનું છાપુ કેપિટલ વર્લ્ડ મંગાવે, ઓટો મોબાઈલવાળો વેપારી ઓટો મેગેઝીન મંગાવે, પડદા અને સોફા વાળા વેપારી હોમ ડેકોર મંગાવે, આર્કિટેક હોય તો તે ઇનસાઇડ આઉટસાઈડ મંગાવે , જેવુ કામ તેવા મેગેઝીનો બધા વાંચે અને તેના ધંધાને લગતા સેમિનાર માં પણ જાય .હવે તો મોબાઈલમાં આવા મેગેઝીન વાંચવા મળે પણ છાપેલા મેગેઝીન હાથમાં રાખી વાંચવાની મઝા કઈ કે જુદી હોય છે . આવું નવું નવું વાંચો એટલે છેલ્લામાં છેલ્લી નવી વાત તમને ખબર પડે. આપણી ખેતી એ ધંધો છે ત્યારે ખેતી ક્ષેત્રે દેશ અને દુનિયામાં શુ બની રહ્યું છે તે તમે જાણો, નવા રોગની નવી દવા, નવી જીવાતની નવી દવા કઈ આવી, નવી પદ્ધતિ કઈ આવી, ડ્રીપ સાથેના ખાતરોના નવા ગ્રેડ કયાં આવ્યા તે બધુ જાણવા મળે અને તમે અપનાવો તો ખેતી કરવા જેવી છે. આજે પણ તમે વીધે લાખ રૂપિયાની કમાણી કરતા અને વિધે ૧૦ હજારથી ઓછુ કમાતા બન્ને વચ્ચેનો તફાવત શોધશો તો તમને ખબર પડશે કે એક નવું જાણવા વાળો હશે અને બીજો પાનને ગલ્લે ટોળ ટપ્પા કરી ખેતીને વગોવતો હશે.























