સુરેશભાઈ અકબરી, ગામ : અરણી, તા. ઉપલેટા, જી. રાજકોટ. મો. ન. ૯૯૭૯૫ ૫૪૬૮૧.
ચાલુ વર્ષે મેં સાગા માર્શલ મરચીનુ ૩ વીઘામાં વાવેતર કરેલ. આ જાત નવી હોવાથી વધું સાહસ કરવામાં ડર લાગતો હતો. પણ જો વધું વાવેતર કર્યું હોત તો સોનામાં સુગંધ ભળી જાત. જોક પહેલા વર્ષે ૩ વિદ્યામાં પણ મને સારામાં સારી ઉપજ મળી છે. મારે વીઘે ૪૫ થી ૫૦ મણનો સરેરાશ ઉતારો બેઠો છે. જો વધું વાવેતર કર્યું હોત તો ખુબ વધું ફાયદો થાત. આ જાતમાં વાયરસનો રોગ પ્રમાણમાં ઓછો લાગે, ફળ ઊપર ડાઘી કે દાજ ઓછી પડે અને બગાડ બિલકુલ ઓછો લાગતો હોવાથી સરવાળે નુકસાન ઓછું અને ઉપજ ભાવ સારા મળે. મને આ જાતની ખેતી ફાવી ગઈ છે. આવતા વર્ષે તો વધું આયોજન કરવું છે. પણ એક વાત પાક્કી છે કે સાગા માર્શલ એટલે માર્શલ જ કહેવાય.

