રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 5 મીલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી 25 મીલિ પ્રતિ 15 લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી 27 મીલિ અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી 25 મીલિ અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસસી 20 મીલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી 6 ગ્રામ અથવા ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મીલિ પ્રતિ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

રોગ : બાજરીના પાકમાં આવતો પાનનાં ટપકાં/ બ્લાસ્ટ રોગ
બાજરીના પાકમાં આવતો પાનનાં ટપકાં/ બ્લાસ્ટ રોગની શરૂઆત થાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૫ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી બે છંટકાવ ૨૦ દિવસના અંતરે કરવા.

























