
(૧) રેમ્યુલેરીયા ફૂગથી થતી ચરમી
લક્ષણો : આ ફૂગની શરૂઆત છોડની નીચેના
ભાગેથી શરૂ થઈ ઉપરના તરફ આગળ વધતી જોવા મળે છે. આ રોગ સર્વ પ્રથમ પાન, ડાળીઓ અને ચકકરની દાંડી જેવા કુમળા ભાગમાં તથા દાણા ઉપર છીંકણી રંગના નાના આકારના રૂપમાં જોવા મળે છે. રોગની તીવ્ર અસર વાળા છોડના થડ, ડાળી, ચકકરની પાંખડીઓ વગેરે ભાગો સફેદ અથવા રાખોડી રંગના થઈ ગયેલા જોવા મળે છે.
(૨) અલ્ટરનેરીયા ફૂગથી થતી ચરમી
લક્ષણો : રોગની શરૂઆત થતાં કુલ અને કુમળા
પાન સુકાઈ જઈ ખરી પડે છે. અસર પામેલા છોડના પુષ્પ ગુચ્છમાં દાણા બેસતા નથી. જેથી ઉત્પાદન ઉપર સીધી અસર થતા ઘટાડો થવા પામે છે. રેમ્યુલેરીયા ફૂગથી થતા સુકારાના રોગ કરતાં આ રોગ વધુ પ્રમાણમાં નુકસાન કરે છે.
નિયંત્રણ
(૧) વાવણી માટે રોગમુક્ત બીજની પસંદગી કરવી.
(2) બિયારણને વાવતાં પહેલાં થાયરમ દવાનો બે થી ત્રણ ગ્રામ પ્રતિ એક કિલો બીજ પ્રમાણે પટ આપીને જ વાવવા.
(૩) કાર્બેન્ડાન્ઝીમ ૧૨% મેન્કોઝેબ ૬૩% 0.2% મિશ્ર દવા (૨૭ ગ્રા./૧૦ લીટર) અથવા કાર્બેન્ડાન્ઝીમ ૦.૦૫% (૧૦ ગ્રા/૧૦ લીટર) પ્રમાણે દસ દિવસના અંતરે કુલ ત્રણ છંટકાવ આપવા. દવાનું દ્રાવણ છોડ ઉપર ઘુમ્મસ સ્વરૂપે છાટવું.
રોગોની શરૂઆત થયેથી ક્લોરોથેલો દવા ૦.૨% (૨૦ ગ્રામ/૧૦ લીટર) સાથે ૨૦ મિલી તૈલી સાબુનું સંતૃપ્ત દ્રાવણ ૧૦ લીટર પાણીમાં ભેળવી ૧૫ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા.
(૪) પાકનું વાવતેર શક્ય બને ત્યાં સુધી પૂર્વ પશ્ચિમ કરવું અને નીચેના પીળા પાન સમયાંતરે તોડી વીણી લેવા અને નાશ કરવો.
(૫) વાદળછાયા વાતાવરણમાં વરીયાળીને પિયત આપવાનું ટાળવું.



























