
ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જો ઉપદ્રવ વધુ હોય તો પ્રોપ અથવા ફેનાઝાક્વિન ૧૦ ઇસી ૧૫ મિ.લી. અથવા ફેનપાયરોક્ષીમેટ ૫ એસસી ૧૫ મિ.લી. અથવા સ્પાયરોટેટ્રામેટ ૧૧.૦૧% + ઇમીડાક્લોપ્રીડ ૧૧.૦૧% એસસી ૧૫ મિ.લી. અથવા ઇટોકઝાઝોલ ૧૦ એસસી ૮ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. આ જીવાતના નિયંત્રણ ઇટોકઝાઝોલ ૧૦ એસસી ૭ મિ.લી. ૧૫ લિટર પાણીમાં માટે સાયપરમેથ્રીન, ફેનવાલરેટ, ડેલ્ટામેથ્રીન વગેરે જેવી સીન્થેટીક પાયરેથ્રોઈડનો ઉપયોગ ટાળવો. આવી જંતુનાશકોનો વારંવાર ઉપયોગ કરવાથી આ કથીરીનો ઉપદ્રવ વધવા પામે છે.

















