
બેંકો તેમજ વિવિધ ધિરાણ સંસ્થાઓ ખેતી માટે વિવિધ પ્રકારનું ધિરાણ આપવાનું કાર્ય કરે છે જેમાં પાક ધિરાણ સૌથી મહત્વનું ગણાય છે. વિવિધ બેંકો અને સંસ્થાઓ દ્વારા આવા પાક ધિરાણની મહત્તમ રકમ (સ્કેલ ઓફ ફાઈનાન્સ) નક્કી કરવામાં પ્રવર્તમાન ખેતી ખર્ચની માહિતીનો આધાર લેવામાં આવે છે. ધિરાણની રકમ પાક ઉત્પાદન ખર્ચને પહોચી વળવા માટે પૂરતી હોવી જોઈએ અને જરૂ૨ ક૨તા વધા૨ે પણ ન હોવી જોઈએ કે જેથી ધિરાણનો બિન-ઉત્પાદકીય કાર્યોમાં વપરાશ થાય અને પરિણામે બિન જરૂરી વ્યાજ બોજ વધે આમ ખેડૂત અને બેંક બન્નેના હિતમાં હોય તેવા સ્કેલ ઓફ ફાઈનાન્સ પ્રતિ વર્ષ સ્થાનિક લેવલે પા ઉત્પાદન ખર્ચની ગણતરીના આધારે નકકી ક૨વામાં આવે છે























