
સોશિયલ મીડિયાની છુપી જાહેરાત (માર્કેટિંગ) થી સાવધાન રહેવાની હવે જરૂર ઘણા વિડીયો માં કોઈ ચોક્કસ કંપનીની દવા, ખાતર કે બિયારણ ના જ વખાણ કરવામાં આવ્યા હોય છે અને ચમત્કારિક પરિણામોનો દાવો કરવામાં આવે છે. આ એક પ્રકારનું પ્રાયોજિત માર્કેટિંગ હોઈ શકે છે. માત્ર એવી લોભામણી જાહેરાત જોઈને પ્રોડક્ટ્સ ખરીદવાનું ટાળો. પ્રમાણિત સંસ્થાઓ અથવા કૃષિ નિષ્ણાંત સાથે ક્રોસ-ચેકિંગ કરો. પહેલા સારી માહિતી આપતા સાચા યુટ્યૂબર પણ લાઈક વધતા હવે કંપની પ્રચારક બની ગયા છે તે તમારા ધ્યાનમાં આવ્યું હશે ? . કોઈપણ નવી દવા, ખાતર કે ખેતીની પદ્ધતિ અપનાવતા પહેલા તમારા વિસ્તારના ખેતીવાડી અધિકારી, અથવા નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) નો સંપર્ક કરો.. ‘આઈ-ખેડૂત’ (i-Khedut) પોર્ટલ પરથી કે કૃષિ ગૌવિદ્યા , કૃષિ વિજ્ઞાન જેવા મેગેઝીન માંથી સાચી માહિતી મેળવી શકાય છે.સોશિયલ મીડિયા એ જ્ઞાન મેળવવાનું એક ઉત્તમ માધ્યમ છે, પરંતુ “સાંભળેલું અને જોયેલું બધું જ સો ટકા સાચું નથી હોતું.” ખેતીમાં કોઈપણ નવો પ્રયોગ કરતા પહેલા વૈજ્ઞાનિક અભિગમ અને નિષ્ણાતોની સલાહ લેવી એ જ સાવચેતી ભર્યું પગલું છે. જાણકાર બનો, સમજદાર બનો.
















