aries agro

નમસ્કાર ખેડૂતો,
આ વર્ષે પણ રાસી કંપનીના બીયરણ ખરીદી રાસી સીડ્સ ઉપર ભરોસો મુકવા બદલ તમારો ખુબ ખુબ આભાર.
આ વર્ષે લગભગ રાજ્ય ના મોટા ભાગના વિસ્તારમાં સમયસર વાવણી થઈ છે. તેમજ હાલ માં મોટા ભાગના વિસ્તારમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખૂબ જ સારો વરસાદ જોવા મળી રહ્યો છે. તો આ પરિસ્થિતિ માં તમે કપાસ ના પાકમાં પાયાના ખાતર તરીકે કોઈ પણ ખાતર નો ઉપયોગ કરેલ ના હોઈ તો આપ ૧૨:૩૨:૧૬ (N.P.K) – ૫૦ કીલો/એકર અને જો તમે પાયાના ખાતર તરીકે DAP ખાતર આપેલ હોય તો અત્યારે આપ મ્યુરેટ ઓફ પોટાશ (MOP)- ૫૦ કિલો/એકર, યુરીયા -30 કીલો/એકર આપી શકો છો. તેમજ જે વિસ્તારમાં કપાસ નું આગોતરું વાવેતર કરેલ છે તે વિસ્તારમાં ગુલાબી ઈયળ ની હાજરી જાણવા એકર દીઠ ૫ ફેરોમોન ટ્રેપ અવશ્ય લગાડો. જો ફૂલ રોજેટેટ (ગુલાબ જેવા બંધ આકાર ના ફુલ) જોવા મળે તો પ્રોફેનોફોસ 50%EC 30ml/પંપ માં નાખી અવશ્ય છંટકાવ કરો.

તેમજ વધુ માહિતી માટે આપ આપના નજીકના ડીલર મિત્ર નો અથવા રાસી સિડ્સ ના પ્રતિનિધિ નો અવશ્ય સંપર્ક કરો.
રાશી બીજ દ્વારા બીજ ની સાથે વેચાણ પછીની સેવા ઉપરાંત હાલ ના પ્રવર્તમાન પરિસ્થિતિ માં ખેડૂત તરીકે આપણે સુ કાળજી લેવી અને શું ન કરવું તેની વાત કરીએ.
રાશી સીડ ના બિયારણો જેમ કાળજી લેવામાં આવે તો મબલખ ઉતારો આપે તેમ આપણે અને આપણા પરિવારની કાળજી કરીને સ્વસ્થ રહેવાની શીખ રાસી સિડ્ઝ આપે છે ચાલો આટલું કરીએ

આભાર,
રાસી સિડ્સ પ્રા. લી.
જિતેન્દ્ર પટેલ
રિજીયોનલ ક્રોપ મેનેજર
ગુજરાત

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

આંબામાં વૃદ્ધિ નિયંત્રણ

કેમીકલના ઉપયોગથી ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં ઝાડ વિકાસને કાબૂમાં લઈ શકાય અને ફૂલ આવવાની પ્રક્રિયા વહેલી લાવી શકાય. જેના માટે પેક્લોબ્યુટ્રાઝોલના ઉપયોગથી ૩૫% જેટલો વાનસ્પતિક વિકાસ અટકાવી શકાય. પોટાશિયમ નાઈટ્રેટ, સીસીસી ના છંટકાવ

વધુ વાંચો....

રોગ : કપાસમાં ખૂણિયા ટપકાં/ જીવાણુ જન્ય રોગ

1.5 ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ 60 ગ્રામ કોપર ઓકિંઝક્લોરાઇડ ૫૦ વેપા 15 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. સ્યૂડોમોનાસ ફલ્યૂરોસેન્સ જૈવિક નિયંત્રકના 30 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીનો ૧૫-૨૦ દિવસના અંતરે ત્રણ વખત

વધુ વાંચો....

જીવાત : કપાસની ચૂસિયાં જીવાત

મોલો-મશી, થ્રિપ્સ, સફેદમાખી, તડતડીયાં અને ગુલાબી ઇયળ મોલો-મશી, થ્રિપ્સ, સફેદમાખી અને તડતડીયાં માટે ફ્લોનિકામાઈડ ૫૦% ડબલ્યૂજી 6 ગ્રામ અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦% ડબલ્યૂપી 15 ગ્રામ અથવા ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮% એસએલ 6 મીલિ અથવા ડાયનોટેફ્યૂરાન

વધુ વાંચો....

રોગ : કપાસમાં ખૂણિયા ટપકાં/ જીવાણુ જન્ય રોગ

1.5 ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ 60 ગ્રામ કોપર ઓકિંઝક્લોરાઇડ ૫૦ વેપા 15 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. સ્યૂડોમોનાસ ફલ્યૂરોસેન્સ જૈવિક નિયંત્રકના 30 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીનો ૧૫-૨૦ દિવસના અંતરે ત્રણ વખત

વધુ વાંચો....

પાક સંરક્ષણ : કપાસના પાનના ધાબા

કપાસના પાનની ઉપરૅની સપાટી પર કાળા રંગની ફૂગની હાજરી જણાતાં ઘણી વખત ખેડૂતો અજાણતા તેના નિયંત્રણ માટે ફૂગનાશકનો છંટકાવ કરતા હોય છે. તે યોગ્ય નથી. મોલો અને સફેદમાખી જેવી ચૂસિયાં પ્રકારની જીવાતો

વધુ વાંચો....

કપાસમાં મીલીબગ

કપાસના પાકમાં ગલાબી ઈયળ અને ચિકટો (મીલીબગ) બન્ને અગત્યની જીવાત ગણાય છે આ જીવાતોની વસ્તી ઓછી થાય તે માટે કેટલાક બિન-રાસાયણિક પગલાં સૂચવવામાં આવે છે દા.ત. કપાસની છેલ્લી વીણી પુરી થાય તે

વધુ વાંચો....

કૃષિ માહિતી : કપાસના રોગ – જીવાત ઓળખો

કપાસમાં પાનની નીચેની સપાટી પર થ્રિપ્સ નામની જીવાત નુકસાન કરે છે. તેને લીધે પાનની સપાટી ઝાંખી સફેદ થઈ જાય છે. ઉપદ્રવ વધુ હોય તો આખો છોડ ભૂખરો થઈ જાય છે. પાનકથીરી નામની

વધુ વાંચો....

કપાસમાં પોષક તત્વ આપો  ઉપજ વધુ મેળવો 

દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે  બીટી કપાસમાં ૩ ટકા પોટેશિયમ નાઈટ્રેટ (KNO3)ના ૩ છંટકાવ (ફૂલભમરી, ફૂલ અને જીંડવાના વિકાસની અવસ્થાએ) કરવાથી ઉત્પાદનમાં વધારો થાય છે.

વધુ વાંચો....

કપાસની ગુલાબી ઇયળ

 ગુલાબી ઈયળના નર ફૂદાંને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ મોજણી અને નિગાહ અર્થે હેક્ટરે પાંચની સંખ્યામાં ગોઠવવા. જ્યારે ફૂદા ટ્રેપમાં પકડાવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે

વધુ વાંચો....

કૃષિ માહિતી : કપાસમાં ટૂંકા ગાળે  વાવેતર પદ્ધતિ એટલે શું ?  

કપાસમાં ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ (હાઇ ડેન્સિટી પ્લાન્ટિંગ સિસ્ટમ -HDPS) એ એક નવી ખેતી પદ્ધતિ છે, જેણે વિશ્વભરમાં, ખાસ કરીને ચીન, ભારત, તુર્કી, બ્રાઝિલ અને અમેરિકા જેવા દેશોમાં કપાસની ખેતીમાં લોકપ્રિયતા મેળવી છે.

વધુ વાંચો....

કપાસ : કપાસના ઘાટા વાવેતર માટેની જાતો કેવી હોય ? 

કપાસમાં ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિને અનુરૂપ જાતોના સંવર્ધન માટે એવા લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જેમાં છોડ ઓછી જગ્યામાં ઊગી ફેલાઈ શકે અને સાથે સાથે ઉત્પાદકતા અને ગુણવત્તા પણ જાળવી રાખે.

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks