
જો પ્રત્યેક ગામ દ્વારા એક તાલીમબદ્ધ ” કૃષિ મિત્ર” પસંદ કરવામાં આવે. જે કોઈ રાજકારણી નથી , તે કોઈ વચેટિયો નથી. તે કોઈ દલાલ નથી. તે સ્માર્ટફોન અને સિસ્ટમ ધરાવતો પોતાના જ ગામનો જ એક શિક્ષિત યુવાન છે. આ યુવાન જાણે છે કે કયો ખેડૂત શું ઉગાડે છે ? પાકને કેટલા પાણીની જરૂર છે અને કેટલા પાસે ડ્રિપ છે ? કયો પાક વધુ નફો આપે છે ? શ્રેષ્ઠ ભાવે ક્યાં વેચવું? કયા ખેડૂતને લોન, વીમો, સબસિડી કે બજાર સહાયની જરૂર છે? ક્યાં ક્યાં પ્રકારની સહાય માટે ક્યાં પોર્ટલ ઉપર સહાય મેળવવી ? પાકમાં આવતા રોગ જીવાત માટે એગ્રોનોમિક સર્વિસ જાણતો હોય અથવા તેને લગતી ટ્રેનિંગ લઈને આવ્યો હોય .આ એક વ્યક્તિ આખા ગામની આવક વધારી શકે .






















