
આજે ગામડાની શું હાલત છે? દરેક ગામના ખેડૂતોનો કોઈ સાચો ડેટા નથી.પાકનું કોઈ આયોજન નથી.ગામનું બજાર સાથે સીધું જોડાણ નથી. સિંચાઈનું કોઈ વ્યવસ્થિત સંચાલન નથી. ખેતીના પ્રશ્નો માટે ગામનો કોઈ જવાબદાર વ્યક્તિ નથી. પરિણામ? આજે ખેડૂતો સસ્તું વેચે છે. વચેટિયાઓ વધુ કમાય છે. સરકારને ખોટો ડેટા મળે છે. યુવાનો ગામડું છોડીને જાય છે. આપણી ખેતીમાં સૌથી મોટો બદલાવ કોઈ નવી યોજના થી નહીં થાય કે સબસીડી કે 2000 થી નહિ થાય . માનસિકતા બદલવી પડશે. પણ આ કોણ કરી શકે ? પ્રત્યેક ગામના એક યુવાન થી બદલાવ આવી શકે. એક ગામ એક કૃષિ મિત્ર. આટલું પૂરતું છે બધું જ બદલવા માટે.
























