
કાગળ પર ફોસ્ફરસ પૂરતું હોવા છતાં છોડમાં તેની ઉણપ કેવી રીતે હોઈ શકે? ફોસ્ફરસની મોટાભાગની સમસ્યાઓ જથ્થાની નથી હોતી પણ તે છોડને ઉપલબ્ધ કેટલો થાય છે તે સમસ્યા છે. જમીનમાં પુષ્કળ પ્રમાણમાં ફોસ્ફરસ હોઈ શકે છે, છતાં પાક ભૂખ્યો રહી શકે છે. તેનો મોટો હિસ્સો માટીના કણો સાથે રાસાયણિક પ્રક્રિયા દ્વારા લૉક થયેલો હોય છે. તે કેલ્શિયમ, આયર્ન (લોખંડ) અથવા એલ્યુમિનિયમ દ્વારા પકડાયેલો હોય છે. એટલેકે તે હાજર તો હોય છે પરંતુ છોડના મૂળને તે અપ્રાપ્ય હોય છે.















