
ડૉ. એન. એમ. ગોહેલ ૪ ડૉ. એ. બી. બ્રહ્મભટ્ટ ડૉ. આર. કે. ઠુમર વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ- ૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૯૨) ૨૬૨૪૩૫
જંતુનાશકના છંટકાવ માટે વપરાતા સ્પ્રેયરમાં ‘નોઝલ’ અગત્યનો ભાગ ભજવે છે. પ્રવાહી બિંદુઓનું કદ નોઝલના પ્રકાર પર અવલંબે છે. સામાન્ય રીતે જીવાત અને રોગના નિયંત્રણ માટે પ્રવાહીના બિંદુઓ એકદમ સૂક્ષ્મ કદના હોય તે જરૂરી છે. તેથી કીટનાશક અને રોગનાશકોના છંટકાવ માટે ‘હોલોકોન’ પ્રકારની નોઝલ વપરાય છે જ્યારે નીંદણના નિયંત્રણ માટે મોટા કદના બિંદુઓ હોય તે આવશ્યક છે અને એટલા માટે જ નીંદણનાશકોના છંટકાવ માટે ‘ફ્લડજેટ’ અથવા તો ‘ફિશ ટેઈલ’ પ્રકારની નોઝલનો ઉપયોગ થાય છે.

















