
ડૉ. સંજીવ કુમાર, મિત્તલ એ. દુધાત, ડૉ. એસ. એન. સરવૈયા, ડૉ. એન. કે. પટેલ અને તેજસ્વિની માદિનેની શાકભાજી વિજ્ઞાન વિભાગ, અસ્પી બાગાયત-વ-વનીય મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી-૩૯૬ ૪૫૦, ફોન : (૦૨૬૩૭) ૨૮૨૧૪૪,
બ્રોકોલી વિટામિન એ અને સીનો સમૃદ્ધ સ્રોત છે તેમાં ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, સોડિયમ અને લોહ તત્ત્વ જેવા ખનીજ પણ હોય છે. આ ઉપરાંત બ્રોકોલીમાં એક કરતાં વધુ પોષક તત્ત્વો જેવા કે સલ્ફરોફ્ન અને સેલેનીયમ રહેલા છે જે એક સાથે માણસની ઈમ્યુન સિસ્ટમને ઉત્તેજીત કરે છે અને માનવજાતમાં કેન્સર જેવા રોગો સામે લડવાની પ્રતિકારક શક્તિ વધારે છે. બ્રોકોલીમાં
કાર્બોહાઈડ્રેટ – પ્રોટીન- ચરબી – ફાઈબર – ઉર્જા – કેલ્શિયમ – ફોસ્ફરસ – પોટેશિયમ – સોડિયમ – લોહ તત્ત્વ – વિટામિન એ – થાઈમિન – રિબોફ્લેવિન – નિકોટિનિક એસિડ – વિટામિન સી નો લાભ મળે છે.
















